રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મૌલાનાનું ભડકાઉ ભાષણ, IB સહિતની એજન્સીઓ ઊંઘતી રહી

11:41 AM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢના કાર્યક્રમની ક્લિપ વાઈરલ થયા પછી તો ખબર પડી !

Advertisement

સભાને મંજૂરીથી માંડી પોલીસ બંદોબસ્ત સુધીના ઘટનાક્રમ અંગે ઉઠેલા સવાલો

મુફતી સલમાન અઝહરી સામે 9 ગુના નોંધાયેલા છે છતાં સભાની મંજૂરી આપી દેવાઈ

બેફામ ભાષણ કરીને મૌલાના મુંબઈ પહોંચી ગયા પછી પકડવા માટે દોટ મૂકી

મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરી ના ભડકાઉ ભાષણ મામલે ગુજરાત પોલીસે કાર્યવાહીનો દોર આરંભી દીધો છે. જુનાગઢ પોલીસ બાદ હવે કચ્છ પોલીસે સલમાન અઝહરી સામે ગુનો નોંધી તેમનો કબજો મેળવ્યો છે. કાનૂની કાર્યવાહીના સમાચારની પાછળ નજર નાંખવામાં આવે તો અઝહરીના ભડકાઉ ભાષણ માટે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ અને ગુપ્તચર તંત્ર જવાબદાર છે. 31 જાન્યુઆરીની રાતે જુનાગઢમાં ભડકાવનારૂૂં ભાષણ આપનારા મૌલાના મુંબઈ (ખીળબફશ) પહોંચી ગયા બાદ પોલીસને ખબર પડે છે. જુનાગઢના મહા તોડકાંડની તપાસ કરી રહેલી ૠીષફફિિં અઝજ ની મદદ લેવામાં આવે છે અને મૌલાનાની ગત રવિવારે 4 તારીખે ધરપકડ કરીને પ્રથમ અમદાવાદ એટીએસ ઓફિસ અને ત્યારબાદ જુનાગઢ ખાતે લઈ જવાય છે. જુનાગઢમાં સભાને અપાયેલી મંજૂરીથી લઈને ઋઈંછ નોંધવા દરમિયાન પોલીસ અને ગુપ્તચર તંત્ર કેવી રીતે ઉંઘતું રહ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મૌલાના બેફામ ભાષણ બાજી કરીને મુંબઈ જતાં રહ્યા બાદ એજન્સીઓ જાગી હતી અને પકડવા દોટ મુકી હતી. મુંબઈમાં પણ વાતાવરણ તંગ બન્યું હતું અને ગુજરાત પોલીસને પરસેવા વળી ગયો હતો.સોશિયલ મીડિયામાં અઝહરીના ભાષણની ક્લિપ વાયરલ થયા બાદ જુનાગઢ પોલીસ બીજા દિવસે ઘોર નિંદ્રામાંથી જાગી હતી. નશામુક્તિની જાગૃક્તા મામલે સભાની મંજૂરી લઈને ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં નોંધાઈ. પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજૂરીના કલાકો બાદ પણ મધરાત્રિના સાડા બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર એક બાદ એક વક્તા આવતા ગયા. સભા સ્થળે પોલીસ બંદોબસ્ત હતો કે નહીં ? તેનો જવાબ આ ફરિયાદમાં જ મળે છે. મુફતી સલમાન અઝહરી સામે અગાઉ નવેક જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકયાં છે તેમ છતાં જુનાગઢ પોલીસે આ બાબતની ખરાઈ કર્યા વિના સભાને મંજૂરી આપી દીધી.

મૌલાના ઘરે પહોંચી જાય અને સોશિયલ મીડિયાથી ગુજરાત પોલીસ ને ભડકાઉ ભાષણની ખબર પડે. ૠીષફફિિં ઙજ્ઞહશભય ના કેવા દિવસો આવી ગયા છે ? રાજ્યના શહેર અને જિલ્લામાં થતી નાની અમથી ગતિવિધિ કે કાર્યક્રમની જાણકારી મેળવવા માટે સ્થાનિક ગુપ્તચર તંત્ર અને રાજ્ય ગુપ્તચર તંત્ર કાર્યરત છે. જુનાગઢ અને કચ્છમાં મુફતી અઝહરી ભડકાઉ ભાષણ આપી ગયા તેની જાણકારી કઈંઇ કે જફિંયિં ઈંક્ષયિંહહશલયક્ષભય ઇીયિફી કોઈની પાસે નથી. સ્થાનિક પોલીસની સાથે સાથે ગુપ્તચર તંત્ર () પણ સમગ્ર મામલે ઉંઘતું ઝડપાયું છે.

મૌલાના સલમાન અઝહરી ના ભાષણની 21 સેક્ધડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય. તેઓ કહે છે, ના ઘબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ - કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.

કોણ છે મુફતી સલમાન અઝહરી ?
પ્રાપ્ત માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈસ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે. નઇસ્લામિક દાવાથઓ પર જામિયા અલ-અઝહર ઇજિપ્તથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂૂલ અમાનના સ્થાપક છે અને મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMaulana Alhaj Mufti Salman Azhari
Advertisement
Next Article
Advertisement