For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભડકાઉ ભાષણ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર મૌલાના સલમાન અઝહરની પાસામાં ધરપકડ

12:38 PM Feb 23, 2024 IST | Bhumika
ભડકાઉ ભાષણ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર મૌલાના સલમાન અઝહરની પાસામાં ધરપકડ

ગુજરાતમાં મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાયા છે. જુનાગઢ, ભચાઉ અને મોડાસા પોલીસ દ્વારા એક બાદ એક કાર્યવાહી કરી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મોડાસા પોલીસે તપાસ કામગીરી પૂર્ણ થતા મૌલાનાને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે, ગુરુવારે મોડાસામાં મૌલાના સલમાન અઝહરી તરફથી જામીન અરજી મુકવામાં આવતા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
જામીન આપતા કોર્ટે કેટલાક સૂચનો અને શરતો પણ મૂકી હતી, જેમાં સાક્ષીઓને ડરાવવા કે ધમકાવવા નહીં, આ સાથે જ પાસપોર્ટ હોય તો જમા કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં મૌલાના સલમાન અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. આ ઉપરાંત, તે પોતાનું સરનામું બદલશે તો કોર્ટને જાણ કરવી જરૂૂરી રહેશે. આમ, મૌલાના સલમાન અઝહરીને 30 હજારના બોન્ડ પર જામીન આપવાની મંજૂરી મળી હતી.
બીજી તરફ જુનાગઢમાં મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ કલેક્ટરે પાસા દરખાસ્ત મંજુર કરતા પોલીસની ટીમ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી. પોલીસની ટીમે મૌલાના સલમાન અઝહરીને અમદાવાદ સેન્ટ્રલ જેલથી લઈને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૌલાના વિરુદ્ધ થયેલી પાસાની કાર્યવાહીથી કાયદાકીય શકંજો વધુ મજબૂત રીતે કસાયો છે, પરંતુ બચાવ પક્ષના વકીલો દ્વારા સેન્ટ્રલ જેલ પરથી આજે મળેલી ચાર્જશીટનો અભ્યાસ કરીને આગામી દિવસમાં હાઇકોર્ટમાં તેની પિટિશન દાખલ કરી છોડાવવા માટે કાયદાકીય ગતિવિધિઓ શરૂૂ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે પાસા બોર્ડ સમક્ષ પણ મૌલાનાના વકીલો રજૂઆત કરશે.31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા કથિત ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણની કેટલીક ક્લિપ જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી. આ બાદ, મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 153 (એ) 505, 188 ,114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં ગુજરાત અઝજની ટીમે મુંબઈના ઘાટકોપરથી સલમાન અઝહરીની ધરપકડ કરી ટ્રાન્ઝીટ મેળવી જુનાગઢ પોલીસને સોંપ્યો હતો. બાદમાં જુનાગઢથી કચ્છના ભચાઉમાં દાખલ થયેલા ગુનામાં મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી અને બાદમાં મોડાસા પોલીસે ધરપકડ કરી સેન્ટ્રલ જેલ હવાલે કર્યા હતા.

Advertisement

મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામિક રિસર્ચ સ્કોલર ગણાવે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક છે. તેમણે ઇજિપ્તના કાહીરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફતી ઘણી સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળે છે. તેમની ફોન ફોલોઈંગ ઘણી મોટી માત્રામાં છે. તે પોતાના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ઘણી વખત સમાચારોમાં રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement