જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતીની મુંબઇથી ધરપકડ
જુનાગઢમાં ધર્મના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુફ્તીને વાંધાજનક ભાષણ આપતા સાંભળી શકાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુફ્તીએ ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદાસ્પદ ભાષણ આપનાર મુફ્તીની ગુજરાત એટીએસ દ્વારા મુંબઈના ઘાટકોપરથી અટકાયત કરવામાં આવી હતી અને મુંબઈ કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ અંગેની માંગણી કરવામાં આવી છે.
મુફ્તીની અટકાયતના સમાચાર ફેલાતાં જ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોના ટોળાએ મુફ્તીને મુક્ત કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કલમ 153અ, 505, 188, 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વાસ્તવમાં, મુંબઇ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીની રાત્રે ગુજરાતના જૂનાગઢમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં લોકોને સંબોધિત કર્યા હતા. આરોપ છે કે મુફ્તીએ એવું નિવેદન આપીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો કે આ કાર્યક્રમમાં થોડો સમય મૌન રહેશે અને પછી ઘોંઘાટ થશે, આજે (આપત્તિજનક શબ્દ)નો સમય છે, કાલે આપણો વારો આવશે....નિવેદન આપીને ભીડને ઉકસાવવાની કોશિશ કરી હતી. મુફ્તીનું આ નિવેદન વાયરલ થયું હતું.
કેસ નોંધ્યા બાદ ગુજરાત એટીએસ આરોપી મુફ્તીની શોધી રહી હતી. લોકેશન મળ્યા બાદ ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીને ઘાટકોપર, મુંબઈથી અટકાયત કરી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અઝહરીની સાથે જૂનાગઢમાં મુફ્તીના ભાષણ કાર્યક્રમના આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153બી (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 505 (2) હેઠળ ગુનો નોંધ્યો છે. નિવેદન હેઠળ દાખલ કરવામાં આવી છે.