રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માતાજીના નવલા નોરતાનો ઉત્સાહભેર પ્રારંભ

12:04 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના વિવિધ વિસ્તારોમાં 300થી વધુ પ્રાચીન ગરબીઓ અને 15 સ્થળોએ અર્વાચીન ગરબાનું આયોજન

જામનગરમાં નવરાત્રીના પર્વની ઉજવણીમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં 300થી વધુ સ્થળોએ પ્રાચીન અને 15 સ્થળોએ અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચેશ્વર ટાવર, રણજીતનગર, પટેલ કોલોની, લીમડાલાઈન જેવા વિસ્તારોમાં ગરબા માણવા માટે લોકો ઉમટી રહ્યા છે. લીમડાલાઈનમાં 60 વર્ષથી વધુ સમયથી એક વિશેષતા સભર ગરબી યોજાય છે. ભારત માતા ગરબી મંડળ દ્વારા યોજાતી આ ગરબીમાં રાત્રે 11 વાગ્યા બાદ ગરબીમાં ગણપતિ, શિવજી, પાર્વતિજી, બહ્માજી, કૃષ્ણ, રામ-સીતા સહિતના દેવી દેવતાઓના પાત્રો, ઋષિમુનિઓ, હનુમાનના પાત્રો ઉપરાંત શિવાજી, મહારાણા પ્રતાપ, ગાંધીજી જેવા ઐતિહાસિક પાત્રો સ્ટેજ ઉપર દાંડીયા રમવા આવે છે. આ જ રીતે હાથી કોલોનીમાં બાળાઓની ગરબી સાથે સાથે દેશભક્તિની એક વિશેષ નૃત્ય નાટિકા સાથેની પ્રસ્તુતિ હોય છે. જેમાં દર વર્ષે એક એક ઐતિહાસિક કે મહિષાસુર વધ જેવા પ્રસંગની પ્રસ્તુતિ થાય છે. રણજીતનગરમાં પટેલ સમાજની કુમારોની ગરબી નિહાળવા અને ખાસ કરીને તેઓના અંગાર રાસને નિહાળવા લોકો કલાક સુધી રાહ જોતા રહે છે.

આ જ રીતે પંચેશ્વર ટાવર પાસેની કુમારોની અને બાળાઓની ગરબી નિહાળવા લોકો ઉમટે છે. હંસબાઈની મસ્જીદ પાસે કોઈપણ સમાજની નાની બાળાઓ માટે ચોંસઠ જોગણીની ગરબી પણ પ્રખ્યાત છે. અહીં આવતાર તમામ બાળાઓને સીધી એન્ટ્રી મળે છે. બાળાઓની મરજી પડે તેટલું રમી શકે છે. પટેલકોલોની, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, દિગ્વિજય પ્લોટની 1 થી 64 ગલીઓના વિશાળ વિસ્તારમાં ઠેક-ઠેકાણે, કૃષ્ણનગરમાં, રણજીતસાગર રોડ ઉપર સાધના કોલોની, નંદનવન સોસાયટી તેમજ પટેલ પાર્ક સહિતના નવા વિકસેલા વિસ્તારોમાં થાય છે. અર્વાચીનમાં બીનધંધાદારી આયોજનોની વાત કરીએ તો પટેલ સમાજના ભાઈઓ-બહેનો માટેની ગરબી લાલપુર બાયપાસ રોડ ઉપર, પટેલ પાર્ક પાસે વૈશ્ણવ પરંપરા મુજબના કિર્તનો સાથે નવ વિલાસ સાર્વજનિક વૈષ્ણવ રાસ, બ્રહ્મ સમાજના લોકો માટે ખોડીયાર કોલોની રાજ ચેમ્બર સામેના પ્લોટમાં અને ધંધાદારી રીતે શહેરના પ્રદર્શન મેદાન સામે, ખંભાળીયા બાયપાસ 734 આવેલી સંખ્યાબંધ રીસોર્ટ ટાઈપ હોટેલોમાં કરવામાં આવ્યા છે.

શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા
શહેરમાં નવરાત્રીના પર્વની ઉજવણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસપીની નિગરાનીમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 934 પોલીસ જવાનો અને 350 જેટલા હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એસપી પ્રેમસુખ ડેલુની સીધ્ધી નિગરાનીમાં 4 ડીવાયએસપી 9 પીઆઈ, ર9 પીએસઆઈ સહિત 934 પોલીસ અને 350 જેટલા હોમગાર્ડ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો છે.

સંચાલકો નશો કરેલા પકડાશે તો ગરબીની મંજૂરી રદ
શહેરના ગરબી સંચાલકો સાથે પણ બેઠક યોજીને ગરબીના ચોકને સીસી ટીવી કેમેરામાં રાખવા ઉપરાંત કોઈ અનિચ્છનિય બનાવ બને તો પોલીસને જાણ કરવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં પોલીસની સી ટીમની રચના કરવામાં આવી છે. જે ટપોરીઓ સામે કડક કાર્યવાહી કરશે. તેમજ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરીને અવાવરુ જગ્યાઓનું પણ ચેકીંગ કરશે. પોલીસ તંત્ર દ્વારા જામનગર શહેરમાં ગરબીમાં નશો કરીને આવતા હશે તેવા નસેડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમાં પણ જો કોઈ ગરબી સંચાલક પીધેલી હાલતમાં કે, અન્ય કોઈ પદાર્થનો નશો કરેલી હાલતમાં પકડાશે તો તેમના ગરબીની મંજૂરી પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમ એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsnavaratri 2024
Advertisement
Next Article
Advertisement