For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમૂહલગ્નમાં 28 યુગલોને રજળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા જામીન મુક્ત

04:22 PM May 30, 2025 IST | Bhumika
સમૂહલગ્નમાં 28 યુગલોને રજળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા જામીન મુક્ત

રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલાએ ધરપકડ બાદ જેલ મુક્ત થવા કરેલી જમીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર દીકરીના પિતા કાનજી દેવશીભાઈ ટાટમીયા (ઉ.વ.54)ને ફરિયાદી બનાવ્યા હતા.

Advertisement

તેમની દીકરીના લગ્ન ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટ દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં કરવા હોવાથી ગત તા. 4.12.2024ના રોજ પરિવારના સભ્યો અને વેવાઈ પક્ષના સભ્યો રેલનગર ખોડીયાર હોટલ નજીક ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાના ઘરે ગયા હતા. ત્યાં આરોપી ચંદ્રેશે જણાવ્યું હતું કે, તે તેમજ દિલીપ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શીશાંગીયા, મનિષ વિઠ્ઠલાપરા, દિલીપ વરસાડા તેમજ અમારું મિત્ર મંડળ તા. 22 મે 2025ના રોજ સમૂહલગ્નનું આયોજન કરીશું. ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ લગ્ન સ્થળે પહોંચતા ત્યાં ફક્ત મંડપ નાખેલો હતો. થોડીવારમાં અલગ અલગ ક્ધયા તેમજ વરરાજા પક્ષના મહેમાનો આવ્યા. જોકે, સમૂહલગ્ન સ્થળે ખાણીપીણીની વ્યવસ્થા નહોતી.

આયોજકને ફોન કરતા ફોન બંધ આવતો હતો. ચંદ્રેશ છાત્રોલાના ઘરે જતા તેના ઘરે તાળુ મારેલું હતું. આ ફરિયાદના આધારે પોલીસે તા. 22 ફેબ્રુઆરીના રોજ આરોપી દિપક હિરાણી, મનિષ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા નાસતો ફરતો હતો. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રેશની વિશેષ તપાસ માટે પોલીસે રિમાન્ડ ની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા જે અરજી અદાલતે ના મંજૂર કરી અને બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે ચંદ્રેશ છાત્રોલાની રેગ્યુલર જામીન અરજી શરતને આધીન મંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ દિવ્યેશ આર. મહેતા, અશ્વિન મહાલિયા, કિરીટસિંહ જાડેજા, રેખાબેન તુવાર, પરેશ વરિયા અને માયાબેન રાજ્યગુરૂૂ રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement