રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પડધરી પાસે ટાયરના કારખાનામાં ભીષણ આગ

01:45 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આગને કાબૂમાં લેવા રાજકોટ-જામનગર-ગોંડલ-પડધરી અને મોરબીના ફાયર ફાઈટરો કામે લાગ્યા, કલાકોથી ભયાનક જ્વાળાઓના લબકારા

પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. રાજકોટ ઉપરાંત ગોંડલ અને શાપર તેમજ જામનગર અને મોરબીથી પણ ફાયર ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી. આશરે 12થી વધુ ફાયર ફાયટરો કામે લાગ્યા હતા અને આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સવાર સુધી આગ કાબુમાં આવી ન હતી અને આ ભયાનક આગની જ્વાળાઓના લબકારાઓ દૂર સુધી દેખાતા હતાં. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. સલામતીના ભાગરૂપે આસપાસના કારખાનાઓ પણ ખાલી કરાવવામાં આવ્યા હતાં. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પરંતુ ટાયરના કારખાનામાં ઓઈલ તેમજ જવનશીલ ગણાતા પ્લાસ્ટિકની ભુકી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મળતી વિગતો મુજબ પડધરી પાસે આવેલા સહારા યુનિટ નામના ટાયરના કારખાનામાં રાત્રે 10 વાગ્યાના આસપાસ આગ લાગી હતી થોડી જ વારમાં આગ કારખાનામાં પડેલા ટાયરના રો-મટીરીયલ તેમજ ઓઈલના જથ્થા સુધી પહોંચી હતી જેના કારણે થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લબકારા દૂર સુધી દેખાતા હતાં આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા રાજકોટ ઉપરાંત પડધરી, ગોંડલ, મોરબી, જામનગર અને શાપરનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક પડધરી ખાતે આવેલા સહારા ટાયરના કારખાના ખાતે દોડી ગયો હતો. રાત્રે 10 વાગ્યે લાગેલી આગ સવાર સુધી કાબુમાં આવી ન હતી અને આશરે 12થી વધુ ફાયર ફાયટરો તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુઝાવવા માટે કામે લાગ્યો હતો. રાજકોટ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે અને આનંદ બારિયા તેમજ ઈન્ચાર્જ સ્ટેશન ઓફિસર આર.એ. જોબન અનેતેમની ટીમે સતત પાણીનો અને ફમનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતાં. સલામતીના ભાગરૂપે બનાવ સ્થળની બાજુમાં આવેલા અન્ય યુનિટો પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ બનાવમાં કોઈ જાણહાની થયાના સમાચારો મળ્યા નથી.

આગ બુઝાવવા સ્થાનિકોએ પણ મદદ કરી હતી. મોડી રાત્રે લાગેલી આગ સવાર સુધી કાબુમાં ન આવ્યાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પડધરી નજીક આવેલા સહારા યુનિટ પ્લાન્ટ નામના કારખાનામાં ગઈકાલે રાત્રે દસેક વાગ્યે આસપાસ એકાએક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. કારખાનાના સંચાલકો દ્વારા તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરાતા રાજકોટ ઉપરાંત શાપર, ગોંડલ અને મોરબીથી ફાયર ફાઈટરો સાથે ફાયરમેન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એકડઝનથી વધુ ફાયર ફાઈટરો દ્વારા મોડી રાત્રે આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsPaddhariPaddhari newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement