For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ, 10 ગોડાઉન ઝપટમાં

05:01 PM May 10, 2025 IST | Bhumika
સુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ  10 ગોડાઉન ઝપટમાં

13 ફાયર સ્ટેશનની 19 ગાડીઓની જહેમતથી મધરાત્રે કાબુમાં, ઓનલાઇન કંપનીના ગોડાઉનો હતા

Advertisement

સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઇન વેપાર કરતી અલગ-અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઇન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડીરાતે એક તરફની 10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી.

Advertisement

ફાયર ઓફિસર ફાયર ઓફિસર એમ. કે. ધોબીએ જણાવ્યું કે, પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ-અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે. તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે. આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement