For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયા

12:39 PM Apr 16, 2025 IST | Bhumika
ભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ  1200 વાહનો બળી ગયા

Advertisement

શહેરના સરપટ નાકા પાસેની જૂની જેલમાં પોલીસે જપ્ત કરેલાં વાહનો સહિતના મુદ્દામાલમાં આજે બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં પોલીસ સહિત આસ-પાસના લોકોમાં દોડધામ મચી હતી. અંદાજે 1500 જેટલાં વાહનો પૈકી 70 ટકા વાહનો સળગીને ખાખ થતાં લાખોનાં વાહન ભસ્મીભૂત થયાં હતાં. આ ભીષણ આગના કાળા ધુમાડા આભમાં પ્રસરતાં દૂર સુધી દેખાયા હતા. ઘટનાસ્થળે અનેક લોકો ધસી આવતાં ટ્રાફિકજામ થતાં પોલીસને લોકોને દૂર ખસેડવા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી એમ બે મોરચે લડવા થોડા સમય માટે ભારે દોડધામ કરવી પડી હતી. 2001ના ભૂકંપ બાદ આ જેલ પાલારા બાજુ ખસેડાઇ હતી. બી-ડિવિઝન પોલીસ મથકની નજીક આવેલી આ જૂની જેલનો ઉપયોગ છેલ્લાં વીસેક વર્ષથી પોલીસે જપ્ત કરેલાં વાહન સહિતના મુદ્દામાલ રાખવા માટે કરાઇ રહ્યો છે. 20થી 25 વર્ષથી બી-ડિવીઝન પોલીસ ઉપરાંત માધાપર પોલીસે વર્ષો અગાઉ જપ્ત કરેલા મુદ્દામાલ તેમજ એ-ડિવિઝન પોલીસના જપ્ત સામાન અહીં રખાયા હતા.

આજે બપોરે આગ ઝરતી ગરમી વચ્ચે અંદાજે 3-35 વાગ્યા બાદ બી-ડિવિઝન પોલીસને જ આગના ધુમાડા દેખાતાં તેમણે તુરંત પોલીસ ક્ધટ્રોલને જાણ કરી અગ્નિશમન દળને બોલાવ્યા હતા. થોડી જ મિનિટોમાં આગે રૌદ્ર રૂૂપ ધારણ કરી ધડાકા-ભડાકાના અવાજ થતા લેતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેઓને આ આગથી દૂર રાખવા માટે પોલીસ જોતરાઇ હતી. સાયરન મારતા અગ્નિશમનના વાહનો સાથે ભુજની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જૂની જેલનો મુખ્ય દરવાજો ખોલતાં જ ભારે અગનજ્વાળાઓ નજરે પડી હતી. અગ્નિશમન દળના તાલીમી સ્ટાફે ભારે હિંમત સાથે આ ભીષણ આગ પર પાણીનો મારો ચલાવતાં જ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ચોફેર ફરી વળતાં ત્યાં આસપાસ કંઇ જ દેખાતું ન હતું. બીજી તરફ આ કાળા ધુમાડા આભમાં ઊંચે સુધી પ્રસરતાં 12થી 15 કિ.મી. દૂર સુધી લોકોને દેખાયા હતા. દૂર-દૂરથી દેખાતા આ આગના ધુમાડાનાં પગલે ઠેર-ઠેરથી લોકો પણ ઘટના સ્થળે ધસી આવી પોતાના મોબાઇલમાં દૃશ્યો કંડારવા માંડયા હતા.

Advertisement

બીજી તરફ બી-ડિવવિઝનના પી.આઇ. જય કે. મોરી, એ-ડિવિઝનના પી.આઇ. એ.એમ. પટેલ, જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઇ જે.ડી. સરવૈયા ઉપરાંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા તથા લોકોને ઘટના સ્થળથી દૂર રાખવાની દોડધામ કરતા હોવાનું નકચ્છમિત્રથની ટીમે ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું હતું. આગ પાછળના ચોક્કસ કારણો જાણવા મળ્યા ન હતા પરંતુ થોડા દિવસથી ઉગેલા ઘાસ કાપવામાં આવ્યાનું અને ગરમીના લીધે આ ઘાસ બળવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બી-ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળેલી જાણકારી મુજબ આ જૂની જેલમાં અંદાજે 1500 જેટલાં વાહન ઉપરાંત 214 લિટરના નવ ગેલન ડીઝલ એટલે બે હજાર લિટર ડીઝલ તેમજ ખાલી ગેસના બાટલા, વાયર જેવો જપ્ત મુદ્દામાલ હતા. ઘટના સ્થળે જોતાં 70 ટકા જેટલાં વાહનો બળીને ભસ્મીભૂત દેખાયાં હતાં. અમુક વાહનના એલ્યુમિનિયમના પાર્ટસ પ્રવાહી સ્વરૂૂપમાં દેખાયા હતા .

Advertisement
Tags :
Advertisement
Advertisement