રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટ

12:04 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ફરજમાં બેદરકારી બદલ પોલીસ જવાનો સામે જીલ્લા પોલીસવડા આકરા પાણીએ

ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક પોલીસ જવાનો ફરજમાં બેદરકારી દાખવી ફરિયાદ કે, રજૂઆત માટે આવતા લોકોને ધુત્કારતા હોવાના કારણે આ પ્રકારનું વર્તન કરતા પોલીસ જવાનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ પી.આઇ. ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ એક સાથે 91 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા તેમની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી, તેમજ અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે શહેરમાં ક્રાઈમ વધ્યો હોવાનું ધ્યાન પર આવતા ડીએસપી ડો.હર્ષદ પટેલે ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ જવાનો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને તેમજ પીઆઇ ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.

જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ જવાનોને શ્રી સાથે ઝડપી પાડેલા શખ્સના મોબાઈલ ફોનમાં જીએસટી સંબંધી કેટલાક દસ્તાવેજ જોવા મળ્યા હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી ન કરી હતી અને માર્ગ રકમની માંગણી કરી હોવાની ચર્ચા ઉઠતા ડીએસપીએ એક પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી પાંચ કોન્સ્ટેબલની બદલી કરી હતી તો બે કોન્સ્ટેબલની જિલ્લા બારબંધી કરી નાખી હતી. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં તેમજ હેડ પાટણમાં ફરજ બજાવતા 91 પોલીસ જવાનોની બદલી કરી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsPolice Mass transfer
Advertisement
Next Article
Advertisement