પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરી
રાજકોટ શહેરનાં મંદિર - મસ્જીદ - દેરાસર પણ હવે અસલામત છે. થોડા દિવસો પહેલા પટેલવાડી પાસે આવેબબા વ્હોરા સમાજનાં સ્મશાનમા એક તસ્કર ત્રાટકયો હતો અને તેમણે ખુદાને બંદગી કર્યા બાદ ચોરીને અંજામ આપતો સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ થયો હતો અને બાદમા ચૌધરી હાઇસ્કુલની સામે આવેલા જૈન દેરાસરમાથી તસ્કરે દાન પેટી તોડી તેમા રહેલી રોકડ ચોરી કરી હતી આ ઘટનામા ક્રાઇમ બ્રાંચે આરોપીને પકડી લીધો હતો. ત્યારે વધુ એક ધાર્મીક સ્થળે ચોરી થયાની ઘટના પ્રકાશમા આવી છે.
રાજકોટ શહેરનાં પૌરાણીક ગણાતા અને દોઢસો વર્ષ જુના એવા પંચનાથ મહાદેવ મંદિરમા રાત્રીનાં સમયે એક તસ્કર ત્રાટકયો હતો અને મંદિરમા રહેલી દાનપેટીનાં તાળા તોડી તેમાથી પરચુરણ અંદાજીત 1પ00 થી ર000 ની ચોરી કરી હતી. આ ઘટના અંગે સીસીટીવી ફુટેજ તપાસમા તેમાથી એક બુકાનીધારી શખ્સ મંદિરમા આટાફેરા કરતો હોવાનુ જાણવા મળ્યુ હતુ . ચોરીની ઘટના સામે આવતા ટ્રસ્ટીઓ તુરંત મંદિરે દોડી ગયા હતા અને પોલીસને કરી હતી. ચોરીની ઘટના મામલે ટ્રસ્ટી દેવાંગ માકડે હજુ સુધી ફરીયાદ નોંધાવી નથી તેવુ જણાવ્યુ હતુ.
પંચનાથ મંદિરમા ચોરીની ઘટનાથી ભકતોમા રોષ વ્યાપી ગયો છે તેમજ પોલીસે બનાવનાં સીસીટીવી ફુટેજ મેળવી બુકાનીધારી શખ્સને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.