મારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1
ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખતો વખત ટ્વીટ કરીને જે QS યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ QS એશિયા રેન્કિંગ 2026 હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની અગ્રણી ખાનગી સંસ્થાઓમાંની એક મારવાડી યુનિવર્સિટી એ QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં ગૌરવસભર પ્રવેશ કરીને એશિયામાં 353મું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે અત્યાર સુધી કોઈપણ ભારતીય યુનિવર્સિટીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં મેળવેલું સૌથી ઊંચું સ્થાન છે.
આ સિદ્ધિ સાથે મારવાડી યુનિવર્સિટી ગુજરાતની નંબર 1 પ્રાઇવેટ યુનિવર્સિટી, ગુજરાતમાં કુલમાં દ્વિતીય (ઈંઈંઝ ગાંધીનગર પછી), ભારતમાં 48મી, અને દક્ષિણ એશિયામાં 87મી યુનિવર્સિટી તરીકે સ્થાન ધરાવે છે. આ ગૌરવસભર સ્થાન મારવાડી યુનિવર્સિટીની શૈક્ષણિક ઉત્તમતા, સંશોધન ક્ષમતા અને વૈશ્વિક ઉપસ્થિતિનો પુરાવો આપે છે. ખાસ કરીને, મારવાડી યુનિવર્સિટી એશિયાની સૌથી યુવાન ખાનગી યુનિવર્સિટી છે, જેને પ્રથમ જ પ્રયાસમાં QS રેન્કિંગ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 વિશે જોઈએ તો QS Quacquarelli Symonds દ્વારા દર વર્ષે પ્રકાશિત થતી આ રેન્કિંગ્સ એશિયાભરની યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન શૈક્ષણિક પ્રતિષ્ઠા, રોજગારદાતા પ્રતિષ્ઠા સંશોધન ગુણવત્તા અને સિટેશન્સ, ફેકલ્ટીસ્ટુડન્ટ રેશિયો, આંતરરાષ્ટ્રીયકરણ, આંતરરાષ્ટ્રીય સંશોધન નેટવર્ક, સ્ટાફ વિથ Ph.D.ના પરિણામોના આધારે થાય છે. આ રેન્કિંગ્સ એ એશિયાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને સંશોધન ક્ષમતાના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ માપદંડ તરીકે માન્ય છે.
QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સામેલ થવા માટે યુનિવર્સિટી પાસે અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ સ્તરના પૂર્ણ ડિગ્રી કાર્યક્રમો હોવા જોઈએ. ઓછામાં ઓછા બે ફેકલ્ટી એરિયામાં (જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ વગેરે) દરેક ક્ષેત્રમાં બે વિષયો હોવા જોઈએ., દરેક વિષયમાં ઓછામાં ઓછા ત્રણ બેચના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પાસ થયેલા હોવા જોઈએ., છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 50 રિસર્ચ પેપર Scopus ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા હોવા જોઈએ. આ eligibility criteriaમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો રિસર્ચ પેપર પ્રકાશિત કરતા નથી, તે યુનિવર્સિટી QS રેન્કિંગમાં ભાગ લઈ શકતી નથી અને તેની ગણતરી રેન્કિંગમાં કરવામાં આવતી નથી.
મારવાડી યુનિવર્સિટીના ડો. સંજીત સિંહ, પ્રો વાઇસ-ચાન્સેલર, જણાવ્યું QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં 353મા ક્રમે અમારો પ્રવેશ સમગ્ર મારવાડી યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવનો ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્યતા અમારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને નેતૃત્વના સમૂહ પ્રયત્નોનો પુરાવો છે. પ્રથમ જ પ્રયત્નમાં આટલું ઊંચું સ્થાન મેળવવું એ ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ સંશોધન અને વૈશ્વિક જોડાણ માટેની અમારી અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
જીતુભાઈ ચાંદરણાં, કો-ફાઉન્ડરે, ઉમેર્યું મારવાડી યુનિવર્સિટી હંમેશાં ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સામાજિક પ્રભાવ માટે પ્રતિબદ્ધ રહી છે. યુનિવર્સિટી પાસે ગઇઅ માન્યતા ધરાવતી વિવિધ શાખાઓ છે અને ગઅઅઈ અ+ ગ્રેડની પ્રતિષ્ઠિત માન્યતા ધરાવે છે. રાજ્યભરના કુલ 80 સંશોધન પેપરમાંથી 42 સંશોધન પેપર માત્ર મારવાડી યુનિવર્સિટીના પસંદ થયા હતા જે રાજ્યની કોઈપણ એક સંસ્થાના સૌથી વધુ છે. આ સિદ્ધિ મારવાડી યુનિવર્સિટીને ગુજરાતના સંશોધન ક્ષેત્રમાં અગ્રણી યોગદાન આપતી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરે છે.

