મોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
લીલાપર રોડ પર આવેલ કારખાનામાં રહીને કામ કરતી 25 વર્ષની પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ ગુરુકૃપા ટાઈલ્સ કટિંગ કારખાનામાં રહીને કામ કરતા રશ્મિકાબેન બલરામભાઈ ગીરી (ઉ.વ.25) નામની પરિણીતા ગત તા. 29 જુનના રોજ પોતાના રૂૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો છ વર્ષનો હોવાનું અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
જીકીયારી ગામે રહેતા 41 વર્ષીય આધેડના થોડા માસ પૂર્વે છુટાછેડા થયા હતા અને બાદમાં એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લેતા આધેડનું સારવારમાં મોત થયું હતું.
મોરબીના જીકીયારી ગામના રહેવાસી વિજય ચકુભાઈ સોલંકી (ઉ.વ.41) નામના આધેડ એસીડ પી લેતા સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિજયભાઈ અને પત્ની લક્ષ્મીબેનનો ઘરસંસાર સારી રીતે ચાલતો ના હોવાથી પાંચ મહિના પૂર્વે બંનેએ છુટાછેડા લીધા હતા બાદમાં એકલું જીવન જીવતા હતા અને કોઈ કામધંધો મળતો ના હોવાથી કંટાળી પોતાની જાતે એસીડ પી લેતા સારવારમાં મોત થયાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.