જામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી પૂજાબેન નિશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરા નામની 28 વર્ષની પરણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જેને લઈને ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પતિ નીશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પૂજાબેનના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક પૂજાબેન અને તેનો પતિ કે જેઓ ગઈકાલે રાત્રે જમીને સુઈ ગયા હતા. દરમિયાન સવારે પાંચેક વાગ્યા આસપાસ પોતે ઊઠીને જોતાં પોતાની પત્ની પૂજાબેન પંખા ના હુકમા સાડીથી ગળાફાંસો ખાઈને લટકી રહેલી અને મૃત્યુ પામેલી અવસ્થામાં જોવા મળી હતી. તેણીના આપઘાતના પગલાં અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.