મેટોડામાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસ આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3માં આવેલા મારુતી પાર્કમાં રહેતી વૈશાલીબેન અમિતભાઇ પરમાર (ઉ.વ.33)નામની પરિણીતાએ ગત તા.2ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરતું સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બીછાને તેનુ મોત નીપજ્યુ હતું આ અંગે મેટોડા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૈશાલીબેનના લગ્ન 12 વર્ષ પહેલા થયા હોવાનુ અને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. તેમને શા માટે આપઘાત કરી લીધો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.