જૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકા
જૂનાગઢની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે. એક વ્યક્તિએ ફોન કરીને મહિલાના પતિને જાણ કરી હતી કે, તારી પત્નીએ ઝેરી દવા પીધી છે, હોટલ આવી જા… ત્યારબાદ પરિવાર હોટલ દોડી ગયો હતો. બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટલમાંથી મહિલાનો બાથરૂૂમમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી હતી. મહિલા ઘરેથી પર્સનલ ટ્યૂશન માટે મળવા ગઈ હતી. જોકે, પતિને ફોન કરનાર પુરુષ હોટલ પરથી નાસી ગયો હતો. પરિવાર તાત્કાલિક હોટલ પર પહોંચ્યો ત્યારે રૂૂમનો દરવાજો ખોલતા બાથરૂૂમમાંથી મહિલાનો મૃતદેહ દેખાતા પરિવાર હતપ્રભ બની ગયો હતો.
પરિવાર મહિલાને હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ નિશા પંચોલીને મૃત જાહેર કર્યા હતા. ત્યારે આ બનાવ પહેલા બપોરના બે વાગ્યાના સમયે મૃતક મહિલાના પતિને રમેશ ચૌહાણ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે, તારી પત્નીએ ઝેરી દવા પીધી છે, તું હોટલે આવી જા. ત્યારબાદ મૃતક મહિલાના પતિને ફોન કરનાર પુરુષ હોટલ પરથી નાસી ગયો હતો. તેવું મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, તો મૃતક મહિલાના પતિ અને તેના ભાઈએ રમેશ ચૌહાણ નામના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી છે.મૃતક મહિલાના પતિ અશ્વિન પંચોલીએ જણાવ્યું કે, હું ઓફિસેથી 2 વાગે ઘરે આવ્યો, ત્યારે મેં મારા દીકરાને પૂછ્યું કે મમ્મી ક્યાં છે?.
તો મારા દીકરાએ મને કહ્યું કે, મમ્મી બહાર ગઈ છે. ત્યારબાદ મેં મારા પત્નીને ફોન કરતાં તેણે મને કહ્યું કે, હું પર્સનલ ટ્યૂશન માટે મળવા આવી છું. ત્યારબાદ મેં મારા પત્નીને વારંવાર ફોન કરતાં તેણે તેનો ફોન રિસીવ કર્યો ન હતો. બાદમાં ત્રણ વાગ્યા આસપાસ મેં મારી પત્નીને ફોન કરતા મારા પત્નીનો કોલ કોઈ પુરુષે રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે, નિશાએ સત્યમ હોટલમાં દવા પીધી છે. તમે અહીં આવી જાઓ. ત્યારબાદ હું મારો સાળો અમે સત્યમ હોટલે પહોંચ્યા હતા. જ્યારે અમે હોટલ પહોંચ્યા ત્યારે મારી પત્ની જે રૂૂમમાં હતી, તે રૂૂમનો દરવાજો બંધ હતો અને હોટલ મેનેજમેન્ટ દ્વારા માસ્ટર કીની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. ત્યારે બાથરૂૂમમાં મારી પત્ની દવા પીધેલી હાલતમાં જોવા મળી હતી. અમને આ રમેશ ચૌહાણ નામના વ્યક્તિ પર શંકા છે, જેના કારણે આ બનાવ બન્યો છે.