For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

12:09 PM Dec 03, 2024 IST | Bhumika
કાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી સીમાબેન વિનોદભાઈ વસુનીયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈ કાલે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.વી. આંબલીયાએ મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન મૃતક પરણીતાને તેણીની સાસુ સાથે ઘરકામ બાબતે અવારનવાર બોલા ચાલી થતી હતી.
તેનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement