પરિણીત આચાર્ય ખાનગી શાળાની શિક્ષિકા સાથે ફરાર
ઉના પંથકની ઘટના, ગ્રામજનોની રજૂઆત બાદ શાળાનો ચાર્જ સિનિયર શિક્ષકને સોંપાયો
ઊના નાં કાણકબરડા સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષ થી શિક્ષક તરીકે અને છેલ્લાં બે વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવતા બે વખત પરણી ચુકેલા દિનેશભાઇ બાંભણીયા ને ખાનગી શાળા માં શિક્ષીકા તરીકે નોકરી કરતી કાણેકબરડા ગામ ની યુવતી સાથે આંખ મળી જતાં ગત તારીખ 17 ફેબ્રુઆરી નાં આ બન્ને પ્રેમી પંખીડા ઉંડી જતાં સમગ્ર ગ્રામજનો અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
આ બાબતે યુવતી નાં પરીવારજનો દ્વારા ઉનાપોલીસ માં લેખિતમાં અરજી આપેલ હતી તેમજ કાણકબરડા ગ્રામપંચાયત નાં સતાધીશો તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ તાલુકા શિક્ષણાધિકારી ને લેખીત રજુઆત કરી ને આચાર્ય એ કરેલાં કૃત્ય ને કારણે હાલ શાળા માં અભ્યાસ કરતાં કુમળી વયના વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડેલ હોવાથી આ આચાર્ય ની તાત્કાલિક બદલી કરીને સસ્પેન્ડ કરવા ઉગ્ર રજૂઆત સાથે માંગણી કરાતાં તપાસ અર્થે તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર તેમનાં સ્ટાફ કેનિનિરિક્ષક સાથે દોડી ગયા હતાં.
ગામનાં આગેવાનો અને ગ્રામપંચાયત નાં ઉપ સરપંચ સભ્ય અને શાળા એસ એમ સી નાં સભ્યો સાથે બેઠક કરીને આ ધટના અંગે થયેલી ફરીયાદ અંગે નિવેદનો નોંધી તાત્કાલિક અસરથી આચાર્ય નો ચાર્જ સિનિયર અન્ય શિક્ષક ને લેખીત માં સોંપી દેવાયો હતો અને આચાર્ય સામે કાર્યવાહી કરવાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ને રીપોર્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું.
ગામલોકો અને પંચાયત નાં હોદેદારો એસ એમ સી કમિટી નાં અધ્યક્ષ દ્વારા એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ આચાર્ય છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે અને તે પહેલાં શિક્ષક તરીકે દશ વર્ષ થી કાર્ય કરતાં હોય અને પેઢી ગયેલ હોવાથી તેની સામે કોઈ ફરીયાદ નહીં કરતાં હોવાનાં કારણે શાળા નો વહીવટ પણ પોતાની મરજી પ્રમાણે વર્તવા માહિર હોય આ ઉપરાંત અનેક ગંભીર આક્ષેપ સાથે રજુઆત કરી હતી.
આચાર્ય દિનેશભાઇ બાંભણીયા મુળ અંજાર ગામ નાં વતની હોય તેમનાં અગાઉ લગ્ન થયેલા પણ કોઈ કારણોસર પત્નિની નું અવસાન થતાં અન્ય બીજાં લગ્ન કરતાં તેમને સંતાન માં એક દિકરી હોવાનું અને હાલ તેમની પત્નિ સાથે અણબનાવ હોવાનું બહાર આવ્યું છે અને ગત તારીખ 17/ ફેબ્રુઆરી નાં કાણકબરડા ગામ ની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતાં બન્ને એ સાથે રહેવા રાજીખુશીથી મૈત્રી કરાર કરી પોલીસ સમક્ષ હાજર થયાં હોવાનું સુત્રો પાસેથી વિગત બહાર આવી છે .