ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માર્કશીટ-સર્ટીફિકેટમાં ઓનલાઇન સુધારા થશે, ફી પણ QR-UPIથી ભરી શકાશે

04:00 PM Sep 11, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ ઉપરાંત, આ સેવાઓ માટેની ફી પણ ઓનલાઈન જ ભરી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પહેલાં બેંકમાં જઈને ચલણ ભરવાની પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ નવો સુધારો રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે.

Advertisement

આ ઓનલાઈન સુવિધા અંતર્ગત જીએસઇબીના વિદ્યાર્થીઓ તેમના માર્કશીટ અને પ્રમાણપત્રમાં નામ, અટક અને જન્મ તારીખ સહિતની વિગતોમાં સુધારો કરી શકશે. આ ઉપરાંત, બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો, ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન અને ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફી ભરવા માટે હવે ક્યુઆર કોડ મારફતે યુપીઆઇ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાશે, જે પહેલાં માત્ર બેંક ચલણ દ્વારા જ ભરાતી હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશ વ્યાસે આ નિર્ણય અંગે જણાવ્યું કે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા અંતર્ગત ફી બેંકના નિયત સમયગાળામાં રૂૂબરૂૂ ચલણ ભરવા જવું પડતું હતું. આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને થશે. આ પહેલથી સમય અને શ્રમ બંનેની બચત થશે અને વહીવટી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે.

 

Tags :
gujaratGujarat Education Boardgujarat newsstudent
Advertisement
Next Article
Advertisement