ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાન
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી આવેલ 224 માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન વાઈચ ચેરમેન અને પ્રતિનિધિ ઓ પધારેલ હતા અને માર્કેટીંગ યાર્ડ ને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ
આ તકે સર્વ પ્રથમ મહેમાનો નુ ફુલહાર અને ચાલ ઓઢાડી સન્માન સ્વાગત કરવામાં આવેલ તેમજ જે યાર્ડ મા નવા ચેરમેન ની નિમણૂક થયેલ તેમનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ આ તકે ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ ના વાઈચ ચેરમેન ચેતન સિંહ ચાવડા એ જણાવ્યું કે માર્કેટીંગ યાર્ડ મા જે ટેકા ના ભાવે ખરીદી થાય છે તેમાં યાર્ડ ને કોઈ જાતનો ફાયદો થતો નથી તેમજ યાર્ડ ની બહાર વેપારીઓ ખરીદી થાય છે તેની સેષ પણ યાર્ડને મળતી નથી જેથી અમુક યાર્ડ ને પગાર ચૂકવવા ના ફાફા થાય છે આ સીવાય પણ અનેક પ્રશ્નો છે જે આગામી દિવસોમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી ને રજૂઆત કરવામાં આવશે.
આ તકે પુર્વ ધારાસભ્ય અને પુર્વ એ પી એમ સી વેરાવળ ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે સરકાર દ્વારા જે ટેકા ના ભાવે યાર્ડ મા મગફળી ની ખરીદી થાય છે તેમા સરકાર ખરીદી દરમિયાન દર મહિને 50,000 આપશે તેમજ વધુ મા જણાવેલ કે સરકાર દ્વારા જે તાજેતરમાં ખેડૂતો ને નુકશાન થયેલ છે તેમા 10,000 હજાર જેવુ માતબર પેકેજ જાહેર કરેલ છે અને ટેકા ના ભાવે મગફળી સહિત જણસો ખરીદી કરેલ છે તે સરકાર નુ પગલુ આવકાર દાયક છે.
ઉજા માર્કેટ યાર્ડ ના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે અમો ખેડૂતો ના હિતમાં અનેક પગલાં ભરેલા છે ખેડૂતો ને સહાય તેમજ ઓર્ગેનિક ખેતી માટે 100 વિઘા મા ખેડૂતો ને પ્લેટફોર્મ પુર પાડવા તૈયારીઓ કરેલ છે તેમજ જુદા જુદા યાર્ડમાં થી આવેલ ચેરમેનો દ્વારા સુચ નો પણ કરેલા અને તેમની યાર્ડ ની સારી બાબતો શેર કરેલ આ તકે ગુજરાત નિયંત્રિત બજાર સમિતિ સંધ અમદાવાદ ના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ,વાઈચ ચેરમેન ચેતન સિંહ ચાવડા, સેક્રેટરી નરેન્દ્રસિંહ સાચટીયા,ઉજા બજાર સમિતિ ના ચેરમેન દિનેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય અને પુર્વ એ પી એમ સી ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,કાજલી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન પરેશભાઈ પરમાર,વાઈચ ચેરમેન કાળુભાઇ મેર, સહિત ગુજરાત ભરમાંથી આવેલ 224 માર્કેટીંગ યાર્ડના તમાંમ હોદેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા કાજલી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન પરેશભાઈ પરમાર, સેક્રેટરી કનકસિંહ પરમાર, અને યાર્ડ નો તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.