મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલન
દિવાળી પર્વ નિમિતે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન રહ્યું હતું અને મીની વેકેશન બાદ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા છે ત્યારે કપાસ, મગફળી સહિતની જણસોની આવક થવા પામી છે અને ખેડૂતોએ પણ નવા વર્ષના મુર્હત કર્યા હતાં.
મોરબી જીલ્લામાં આવતા મોરબી માર્કેટિંગ યાર્ડ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજથી હરાજી સહિતની કામગીરી શરુ કરવામાં આવી હતી રવિવારથી જણસોની ઉતરાઈ બાદ આજે સોમવારથી હરાજી પણ શરુ કરવામાં આવી હતી મીની વેકેશન બાદ યાર્ડ ફરી ધમધમતા થયા છે મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આજે મોરબી યાર્ડમાં કપાસની 3720 ક્વિન્ટલ આવક થઇ છે અને 1300 રૂૂપિયાથી 1528 સુધીનો ભાવ બોલાયો હતો.
ઘઉંની 158 ક્વિન્ટલ આવક થઇ હતી અને રૂૂ 512 થી 542 સુધી ભાવ બોલાયો હતો મગફળીની 287 ક્વિન્ટલ આવક થઇ હતી અને રૂૂ 800 થી 1150 સુધીનો ભાવ બોલાયો હતો તે ઉપરાંત બાજરો, મગ, ચણા, એરંડા અને સોયાબીન સહિતની જણસોની તેમજ લીલા શાકભાજીની પણ આવક થઇ હતી
