માર્કેટ થડાનો ભાડાવધારો રદ, સ્ટેન્ડિંગમાં રૂા.116 કરોડના ખર્ચને બહાલી
રસ્તા કામ, ડ્રેનેજ, પેવિંગ બ્લોક, વાહન ખરીદી, વોટરવર્કસ, નવો કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, આંગણવાડી, રેનબસેરા સહિતની 67 દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી
રોયલ્ટી, સ્ક્રેપ વેચાણ, ઝૂ કેન્ટિન અને ભાડાની મનપાને 1.45 કરોડની આવક તશે
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગ દ્વારા રજૂ કરવામા ંઆવેલ સંસદ દરખાસ્તનો રૂા. 116 કરોડનો ખર્ચ મંજુર કરાવમાં આવ્યો હતો. તમામ દરખાસ્ત પૈકી મનપા સંચાલીત સાકમાર્કેટ તેમજ ફુલબજારના થડાના ભાડામાં વધારો તેમજ સફાઈ ચાર્જની દરખાસ્તને અડધી મંજુર કરાય છે. જેમાં ભાડાવધારો રદ કરી ફક્ત સફાઈ કર વસુલવામાં આવશે. હાલ મનપાની 17 શાકમાર્કેટમાં 1193 થડાં છે. જે પૈકી 779ની હરાજી થઈ ગઈ છે. અને 414 હાલ મનપા પાસે છે જે ભાડેતી અપાઈ રહ્યા છે તેવી જ રીતે ચાર ફુલબજારમાં 38, 39, 27 અને 83 થડાો કાર્યરત છે. જે પૈકી 27 હરાજીથી પાઈ ચુક્યા છે. જ્યારે 56 થડાનું બાડુ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવી રહ્યું છે. આથી આગામી માસથી તમામ થડાધારકોપાસેથી રૂા. 500 સફાઈ કર વસુલવામાં આવશે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠકમાં આજે તમામ દરકાસ્ત મંજુર કરી મુખ્યત્વે દરખાસ્ત 150 ફૂટ રીંગ રોડ પહોળો કરવાની સર્વાનુમતે ચર્ચાના અંતે મંજુર કરેલ અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્યા મુજબ 2009-10ના 150 ફૂટ રીંગ રોડનું 108 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ હવે 15 વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રીંગરોડને પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ રીંગ રોડ ઉપર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો ઉપયોગ ફક્ત વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે.
તેવી જ રીતે સાયકલ ટ્રેક પમ ઉબડ ખાબડ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. જેની સામે રીંગરોડની બન્ને સાઈડ આવેલ એકમો દ્વારા વાહન પાકિંગ કરવાની સેંકડો ફરિયાદો આવેલ છે. જેના લીધે 150 ફૂટનો રીંગ રોડ વાહન ચાલકો માટે ફક્ત 50 ફૂટનો રહી જાય છે. આથી બરોડા અને અમદાવાદના રીંગરોડની માફક રોડ પહોળો કરવામાં આવે તો વાહન ચાલકોની સમસ્યા હલ થાય તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે. આથી મહાનગરપાલિકાએ હાલ ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના 11 કિલોમીટરના 150 ફૂટ રીંગ રોડને પહોળો કઈ રીતે કરવો અને ક્યા પ્રકારની અડચણો દૂર કરવા સહિતનો સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ નવીડિઝાઈન તૈયાર કરી તે મુજબનો રીંગરોડ બનાવવામાં આવશે.
તેમ જણાવ્યું હતું.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ 67 દરખાસ્તો પૈકી ઝુના પ્રાણીઓ માટે ખોરાક સપ્લાય તેમજ માર્કેટ વિભાગ માટે પાંચ નંગ બોલેરો અને ઝુ શાખા માટે ત્રણ નંગ બેટરીકાર કરીદવાની તથા મનપાના જૂના સ્ક્રેપ વાહનોનું ઓક્શનથી વેચાણ કરવા તથા જુદા જુદા સ્થળોએ આવેલ શાકમાર્કેટના ભાડાના દર નક્કી કરવા તેમજ તહેવારો દરમિયાન ઉજવણી અનવયે યોજવામાં આવેલ કાર્યક્રમોમાં ચુકવેલ ખર્ચનું બીલ મંજુર કરવા સહિતની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે તમામ સર્વાનુમતે મંજુર કરવામાં આવશે.
રૂા. 1,16,31,12,790 ખર્ચની વિગત
રસ્તાકામ 20.33 કરોડ
ડ્રેનેજ 18.84 કરોડ
પેવીંગ બ્લોક 4.59 કરોડ
આર્થિક તબીબી સહાય 5.01 લાખ
ડીઆઈ પાીપલાઈન 29.35 કરોડ
શાળા-લાઈબ્રેરી 3.64 કરોડ
બોર રિચાર્જ 2.91 કરોડ
વાહન ખરીદી 61 લાખ
વોટરવર્કસ 17.84 કરોડ
ઝુ-એનિમલ હોસ્ટેલ 2.91 કરોડ
નવો વોલ તથા પાર્ટિ પ્લોટ 4.45 કરોડ
આંગણવાડી 41.38 લાખ
કુલ ખર્ચ 116.31 કરોડ