રાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : 99.10 લાખનો ગાંજો જપ્ત
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. એસ.એમ.સી.ની ટીમે ગાંજાના 93 છોડ અને 198 કિલ્લો ગાંજો મળી કુલ રૂા.99.10 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય 3ના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ જી.આર.રબારી, પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ આર.બી.વનાર સહિતના સ્ટાફે બાતમીના આધારે રાણપુર તાલુકાના નાની વાવડી ગામે અજીતસિંહ બરાઈની વાડીમાં દરોડો પાડી તલાસી લેતાં અન્ય વાવેતની આળમાં કરેલું ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ગાંજાના 93 છોડ અને 198.190 કિ.ગ્રામ.ગાંજો મળી આવતાં કુલ રૂા.99,09,500નો ગાંજાનો જથ્થો અને મોબાઈલ ઉપરાંત રૂા.6000ની રોકડ અને વાહન મળી કુલ રૂા.99.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વાડી માલીક અજીતસિંહ જીવાભાઈ બારડ (રહે.નાની વાવડી)ની ધરપકડ કરી હતી. જ્યારે મહાવીરસિંહ પઢીયાર ધમાભાઈ સોલંકી અને રતનસિંહ ચાવડાના નામ ખુલતાં એસ.એમ.સી.ની ટીમે તમામ વિરૂધ્ધ એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.