સલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયા
સલાયા તેમજ આજુબાજુના ઘણા લોકો હાલમાં એક ચાલાકીનો શિકાર બની છેતરાયાની ફરિયાદો ઉઠી છે.સલાયામાં ફોટોમાં દર્શાવાયા મુજબની 200 રૂૂપિયાની નોટની ખુબજ ભળતી આવતી ચિલ્ડ્રન બેંકની નોટો છેતરીને લોકોને છેતરવાના પ્રયોગો થઈ રહ્યા છે.જાણવા મળેલ વિગત મુજબ 200 રૂૂપિયાની અસલી ચલણી નોટ સાથે ખુબજ ભળતી આવતી જેમાં મહાત્મા ગાંધીજીની પણ તસવીર આવેલ છે અને કલર પણ અસલી નોટો સાથે મેચ થતો હોય છે.જેથી ઘણા લોકો આનો શિકાર બન્યા છે.
આ 200 વારી નોટની સાઇઝ પણ અસલી નોટો જેવીજ હોય મોટા વ્યાપારી તેમજ બુઝર્ગ અને અશિક્ષિત વ્યક્તિ આનો ભોગ બને છે.સરકાર શ્રીએ આવી ખુબજ ભળતી આવતી 200 ની નકલી નોટો બનાવતી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.તેમજ બજારમાં પણ આવી બાળકોની રમત માટે બનાવટી નોટોમાં આટલી બધી સામ્યતા ન હોવી જોઈએ. હાલ ઘણા લોકો છેતરાયાના કિસ્સા ગામમાંથી જાણવા મળે છે.હવે પોલીસ અને સરકાર શ્રીએ તુરંત આ બાબતે યોગ્ય પગલા ભરવા માંગ કરાઈ છે. તેમજ એક વ્યવસ્થિત ગાઈડ લાઇન બહાર પાડી અને આવી સામ્યતા વારી નોટો બનાવતી કંપની ઉપર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.