ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂના ધંધાર્થી: મનસુખ વસાવા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂૂનો ધંધો કરે છે તેવો દાવો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો. તાજેતરમાં જ મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે તેમા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખના ભાઈ પાસેથી દારૂૂની બોટલો મળી આવી હતી.
મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે ફક્ત 11 બોટલ મળી તેમા પાંચ પેટી દારૂૂ હતો જેને સગેવગે કરી દેવાયો હતો. આમ એકભાઈ દારૂૂનો ધંધો કરે અને બીજો વિધાનસભ્ય ભાઈ પોલીસના માથે માછલા ધોવે. આમ ચૈતર વસાવાના બંને હાથમાં લાડવા છે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. ચૈતર વસાવવાની સાથે જોડાયેલા કેટલાય માણસો દારૂૂના ધંધા સાથે સંકળાયેલા છે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમનું કહેવું હતું કે ચૈતર વસાવવાના ચાવવાના અને બતાવવાના દાંત જુદાં-જુદાં છે. એકબાજુએ જનહિતેષી હોવાના દાવા કરે છે અને બીજી બાજુએ તેના જ માણસો દારૂૂના ધંધા કરે છે. આ ધંધા મને શંકા છે કે તેની જ છત્રછાયા હેઠળ થતાં હોય છે. આમ આદમી પાર્ટી આમ પણ દારૂૂને વરેલી છે. તેમના સીએમ અને ડેપ્યુટી સીએમ પોતે દારૂૂ બનાવતી કંપનીઓ પાસેથી લાંચ લેવાના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે. પછી ચૈતર વસાવા એન્ડ કંપની આવું કરે તો નવાઈ ન થવી જોઈએ.