For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાં

03:50 PM Nov 18, 2024 IST | Bhumika
મનપાનું કાલે જનરલ બોર્ડ  વિપક્ષ લડાયક મૂડમાં
Advertisement

ભાજપ અને કોંગ્રેસના 18 કોર્પોરેટરના 24 પ્રશ્ર્નો પુછાશે, 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્ર્રાક્ટ ગાજશે

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળશે. સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયેલ અલગ અલગ પ્રકારની છ દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રશ્ર્નોતરી દરમિયાન ભાજપના 16 અને કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા 24 પ્રશ્ર્નો પુછવામાં આવશે. પ્રથમ પ્રશ્ર્ન ભાજપનાકોર્પોરેટર મગનભાઈ સોરઠિયા દ્વારા પુછવામાં આવ્યો છે. જ્યારે વિપક્ષના કોમલબેન ભારાઈ દ્વારા આઠમો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે. જેનો જવાબ મળવો મુશ્કેલ હોય વિપક્ષ દ્વારા આ વખતે રોડ-રસ્તાના મુદદ્દા ઉપરાંત તાજેતરમાં આપવામાં આવેલ 1100 કરોડના ટીપરવાન કોન્ટ્રાક્ટ મુદ્દે તડાફડી બોલાવે તેવી ચર્ચાજાગી છે.

Advertisement

મનપાના જનરલ બોર્ડમાં હજુ પણ વિપક્ષી સભ્ય અને શાસકપક્ષના સભ્યો દ્વારા પૂછવામાં આવે તેવુ લાગી રહ્યુ છ ે. જેની સામે એજન્ડા રજૂ કરાયો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવાનિવૃત્તિ આપી, તેઓની જગ્યાએ તેમના વારસદારને નિમણુંક આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.224 તા.03/10/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.247 તા.05/10/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, શહેરના વોર્ડ નં.02માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા તેમજ સ્વાતંત્ર સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા અંગે સમાજ કલ્યાણ સમિતિ ઠ.નં.08 તા.16/10/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. નાયબ કમિશનરશ્રીઓને રૂૂ.10 લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.238 તા.08/10/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.264 તા.30/10/ 2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.240 તા.15/10/2024 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.266 તા.30/10/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, શહેરના વોર્ડ નં.03માં મુસ્લિમ લાઈનમાં તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.17 તા.05/11/2024 તથા તે પરત્વેનો સેનિટેશન સમિતિ ઠરાવ નં.03 તા.05/11/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. શહેરના વોર્ડ નં.07/બ માં વિજય પ્લોટ શેરી નં.02, વોંકળાના કાંઠે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.18 તા.05/11/2024 તથા તે પરત્વેનો સેનિટેશન સમિતિ ઠરાવ નં.04 તા.05/11/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement