મનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશે
ફૂડ વિભાગનું ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થવામાં છે. છતા મોદકના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. આજે અલગ અલગ પ્રકારના છ મોદકના સેમ્પલ લઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલીઅ આપ્યા હતા પરંતુ ગણેશ ઉત્સવ શરૂ થયો ત્યાર પૂર્ણ થાય ત્યા સુધીમાં લાખો લોકો એ પ્રસાદી રૂપે આરોગેલા મોદક હજમ થઇ જશે પછી લેબ રીપોર્ટ આવે કે, મોદકમા મીલવટ હતી તે જવાબદારી કોની તે મુદ્દે મોદકના વેપારીઓ સહિત લોકોમાં ચર્ચા જાગી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતી મીઠાઇના ઉત્પાદક એકમોની હાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ પ્રસાદ તરીકે વેચાણ થતી મીઠાઇના નીચે દર્શાવેલ વિગતો મુજબ કુલ 06 નમૂના લેવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામાપીર ચોક, 150’ રીંગ રોડ, રાજકોટ મુકામે આવેલ થાલીવાલા પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પનીર ચીલી, પનીર ચિલીની ગ્રેવી, પંજાબી ગ્રેવી, બાફેલા શાકભાજી વગેરે પ્રિપેર્ડ ખાદ્યચીજો મળીને કુલ 06 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુનિત પાર્ક, અમર જ્યોત કોમ્પ્લેક્ષ, પુનિતનગર, 80’ રોડ, રાજકોટ મુકામે આવેલ ખોડલધામ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના આત્મીય કોલેજ સામે- કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.