For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્સર અને રક્તપિત્તના દર્દીઓને મનપા આપશે રોકડ સહાય

03:45 PM Aug 21, 2024 IST | admin
કેન્સર અને રક્તપિત્તના દર્દીઓને મનપા આપશે રોકડ સહાય

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત ખાસ કિસ્સાઓમાં ડોક્ટરની સુચના મુજબ સારવાર સહાય ચૂકવાશે

Advertisement

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે અનેક પ્રકારના રોગની વિનામુલ્યે સારવાર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે કેન્સર અને રક્તપીત જેવી ગંભીર બિમારીમાં સારવાર અને દવાના ખર્ચ માટે મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત મહાનગરપલિકા દ્વારા ડોક્ટરની સુચના અનુસાર દર્દીઓને રોકડ સહાય આપવામાં આવશે. તેમ મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું.

આરોગ્ય સમિતિ ચેરમેન ચેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે અનેક પ્રકારના રોગની સારવાર વિનામુલ્યે કરવામાં આવી રહી છે. જેની જાણ ઓછા લોકોને હોય છે. મધ્યમ વર્ગીય પરિવારો પૈકી મોટાભાગના લોકો મોંઘી સારવાર ખાનગી હોસ્પિટલોમાં કરાવતા હોય છે. તેવી જ રીતે દરેક રોગમાં લેબોરેટરી ટેસ્ટની હવે જરૂરીયાત ઉભી થઈ છે. જેના કારણે પ્રાઈવેટ લેબોરેટરીઓમાં પણ લોકો પૈસા ખર્ચી અલગ અલગ પ્રકારના ક ટેસ્ટ કરાવતા હોય છે. જે મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે કરી આપવામાં આવશે. મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત હાલ મનપાના મોટાભાગના આરોગ્ય કેન્દ્ર ખાતે 17 પ્રકારના લેબોરેટરી રિપોર્ટ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. તેવી જ રીતે સગર્ભા મહિલા તેમજ બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ સુધીના થતાં તમામ રિપોર્ટ અને વેક્સિન પણ વિનામુલ્યે મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થઈ શકે છે. આથી શહેરીજનોએ તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

રસીકરણની સેવાઓ
બી.સી.જી.
હિપેટાઈટિસ
ઓ.પી.વી.1
ઓ.પી.વી.2
ઓ.પી.વી.3
પેન્ટાવેલન્ટ 1
પેન્ટાવેલન્ટ 2
પેન્ટાવેલન્ટ 3
પીસીવી 1
પીસીવી 2
પીસીવી-બુસ્ટર
આર.વી.વી 1
આર.વી.વી 2
આર.વી.વી 3
એફ.આઈ.પી.વી. 1
એફ.આઈ.પી.વી. 2
મીઝલન્સ રૂબેલા-ડોઝ1
ડી.પી.ટી. બુસ્ટર-1
મીઝલ્સ રૂપેલા-ડોઝ 2
ઓ.પી.વી. બુસ્ટર
ડી.પી.ટી. 5
ટી.ડી. 10
ટી.ડી. 16
ટી.ડી. મધર-1
ટી.ડી. મધર-2
ટી.ડી. મધર બુસ્ટર

લેબોરેટરી ટેસ્ટની સેવાઓ
હિમોગ્લોબીન તપાસ (એચ.બી.)
રેન્ડમ બ્લડ ગ્લુકોઝ
બ્લડ ગ્લુકોઝ ભુખ્યા પેટે
બ્લડ ગ્લુકોઝ જમ્યા પછી બે કલાકે
યુરિન સુગર
યુરિન આલ્બ્યુમીન
પ્રેગનન્સી ટેસ્ટ
ટોટલ લ્યુકોસાઈટ કાઉન્ટ
ડિફરેન્સ્યલ લ્યુકોસાઈટ કાઉન્ટ
ઈ.એસ.આર.
એચ.બી.એસ.એજી. રેપીડ ટેસ્ટ
બ્લડ ગ્રુપ
એચઆઈવી રેપીડ ટેસ્ટ
વિડાલ સ્લાઈડ ટેસ્ટ
આર.પી. આર રેપીટ ટેસ્ટ
ગળફાની તપાસ - ફોર એએફબી

Advertisement
Tags :
Advertisement
Advertisement