કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ
સર્ક્યુલર ઇકોનોમી ફોરેમમાં જયપુર ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા અને ડે.કમિશનરે પ્રેઝન્ટેશન કર્યુ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજુ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા 18 શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટRISE“u CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પસંદગી થયેલ હતી. આ અનુસંધાનમાં તાજેતરમાંતારીખ 3, 4 અને 5મી માર્ચ, 2025 દરમ્યાન જયપુર, રાજસ્થાન ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ 3R અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર. સી.કે. નંદાણી દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, CITIIS 2.0 પ્રોજેકટના સ્ટેકહોલ્ડર્સ, ગુજરાત રાજ્ય સરકાર વતી રેમ્યા મોહન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ-એડમિનિસ્ટ્રેશન, ગુજરાતની હાજરીમાં CITIIS 2.0 પ્રોજેકટના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂૂ.135 કરોડની ગ્રાન્ટ મળશે.
જયપુર ખાતેની આ કોન્ફરન્સમાં કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્યવસ્થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્તૃત અહેવાલ આપેલ. ઈઈંઝઈંઈંજ 2.0 એ એકીકૃત કચરો વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની એક મુખ્ય પહેલ છે. 3છ (છયમીભય, છયીતય, છયભુભહય) ફોરમમાં ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી અને યુરોપીયન યુનિયનની મદદથી ઈઈંઝઈંઈંજ 2.0 હેઠળ પસંદગી પામેલા 18 શહેરો માટે પ્રોજેકટના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્યા હતાં. કેન્દ્ર સરકારનો હેતુ તમામ 18 શહેરોમાં સંપૂર્ણ પ્રક્રિયા પ્રોસેસિંગ સિચ્યુરેશન એટલે કે 100% અમલીકરણ થાય તે છે, આવનારા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તે 100% પર્યાવરણને અનુરૂૂપ રહેશે.