For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માર્ચ એન્ડિંગ પહેલાં મનપા ફુલ એક્ટિવ, રૂા.46.24 લાખની રીકવરી, 7 મિલકત સીલ

04:55 PM Feb 20, 2024 IST | Bhumika
માર્ચ એન્ડિંગ પહેલાં મનપા ફુલ એક્ટિવ  રૂા 46 24 લાખની રીકવરી  7 મિલકત સીલ
  • 13 મિલકતોને જપ્તીની નોટિસ ફટકારાઇ, 3ના નળ કનેક્શન કટ

રાજકોટ મહાનગર પાલિકાના વેરા વિભાગે આજે મવડી, રજપુતપરા, પેડક રોડ ઉપર સપાટો બોલાવીને 7 મીલ્કતો સીલ કરી, 13 મિલક્તોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારી હતી. આ ઉપરાંત સ્થળ પર જ રૂા.46.26 લાખની વસુલાત કરી હતી.

Advertisement

રાજકોટ મનપા દ્વારા આજે પેડક મેઇન રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.32 લાખ., રજપુત પરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.25 લાખ., સોની બજાર આવેલ બાલાજી ચેમ્બર્સ ફર્સ્ટે ફ્લોર શોપ નં-150 ને સીલ મારેલ., મવડી મેઇન પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.82 લાખ., ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, પ્રહલાદ પરામાં 1-નળ કનેક્શન ક્પાત., કરણપરામાં 2-નળ કનેક્શન ક્પાત., ખત્રીવાડીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.00 લાખ., સોની બજારમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.69,000/-, કાલાવાડ રોડ પર આવેલ વ્રજ ગ્લાસ સીલ.,કરી હતી.

વેરા વિભાગ દ્વારા અમરનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.73 લાખ., સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટને નોટીસ આપેલ., મીરા ઉદ્યોગ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ., કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ., કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.30,000/-, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.54,400/-, મવડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.4.03 લાખ., ઢેબર રોડ પર આવેલ સ્વામી નારાયણ એસ્ટેટ પ્લોટ શેડ નં-6 ના બાકી માંગણા નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.60,429/-, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.05 લાખ., ગોંડલ રોડ પર આવેલ મોમાઇ ક્રુપા ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000/-, ની રીકવરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement