For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે દાયકાથી વાગોળાતા મનપાના બોન્ડ હવે હકીકત બનશે

04:50 PM Oct 12, 2024 IST | Bhumika
બે દાયકાથી વાગોળાતા મનપાના બોન્ડ હવે હકીકત બનશે
Advertisement

છેલ્લા બે દાયકાથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અવાર નવાર બોન્ડ બહાર પાડવાની જાહેરાતો કરવામાં આવતી હતી. રૂા.200 કરોડના બોન્ડ પાડવાની વાતો થઇ હતી પરંતુ હવે છેલ્લે રૂા.100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે સેબીમાં મેમોરેન્ડમ ફાઇલ કરવામાં આવ્યું છે. અગત્યનુ છે કે અત્યાર સુધી રાજકોટ મનપાની આર્થિક સ્થીતિ સારી ન હોવાથી મંજુરી ન મળે તેવી કાર્યવાહી અધ્ધરતાલ રખાઇ હતી.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ શહેરના વિકાસ માટેની નીતિ અને નાણાંકીય વ્યવસ્થા સુધારવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રકમ રૂૂ.100 કરોડના બોન્ડ ઇશ્યુ કરવા સેબી અને સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)માં પ્લેસમેન્ટ મેમોરેન્ડમ ફાઇલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ ભરવા પાત્ર છે પરંતુ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)માં નોંધાયેલ QIB (Qualified Institutional Buyer) અને Non QIB દ્વારા NSE ના EBP પ્લેટફોર્મ મારફત તા.16 ઑક્ટોબરના રોજ બીડીંગ કરી શકશે અને આવેલ બીડીંગના આધારે નક્કી કરવામાં આવેલ રોકાણકારને તા.18 ઑક્ટોબરના રોજ મ્યુનિસિપલ બોન્ડનું અલોટમેન્ટ કરવામાં આવશે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડનું લીસ્ટીંગ તા.21 ઑક્ટોબરના રોજ થવામાં આવનાર છે.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજયોની નગરપાલિકા અને મહાનગરપાલિકા આત્મનિર્ભર થાય એ હેતુ માટે રૂૂ.13 કરોડ (મહતમ રૂૂ.26 કરોડ) પ્રતિ રૂૂ.100 કરોડના બોન્ડ ઇશ્યુ માટે પ્રોત્સાહન રૂૂપે ઇન્સેંટીવ પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાનો આ પ્રથમ પ્રયાસ હોય,રાજકોટ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડતા કેન્દ્ર સરકાર તરફથી રકમ રૂૂ.13 કરોડ ઇન્સેંટીવ પણ મળવાપાત્ર થશે.

રાજકોટ મહાનગરપાલિકાનો આ મ્યુનિસિપલ બોન્ડ સિકયોર્ડ (Secured) બોન્ડ રહેશે. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના હાલના તેમજ ભવિષ્યના તમામ Own Revenuesના બાકી લેણા,તમામ પ્રકારના વેરા, ફી અને યુઝર ચાર્જીસનું ESCROW Accountdpfas કલેક્શન, રકમ રૂૂ.10 કરોડનીફિક્સ ડિપોઝિટ, એક વર્ષના વ્યાજની ચુકવણીનું ઉજછઅ તરીકે રિઝર્વ જેવી સીકયુરીટી તરીકે રાખવામા આવનાર છે.
વધુમાં રાજકોટ મહાનગર પાલિકાને ક્રીસીલ રેટીંગ એજન્સી તરફથી ND AAઅને ઈન્ડિયા રેટીંગ એજન્સી તરફથી ઈંગઉ અઅ રેટીંગ આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા મ્યુનિસિપલ બોન્ડના નાણાંનો ઉપયોગ AMRUT 2.0 હેઠળ ડી.આઈ. પાઇપ લાઇન નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ નેટવર્ક વગેરે પ્રોજેકટસ માટે કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement