મનપાનું 18મીએ બોર્ડ, ગેમ ઝોન અગ્નિકાંડનું ભૂત ધૂણશે
પ્રિ-મોન્સૂન કામગીરી, આરોગ્ય અને ગેરકાયદેસર બાંધકામો મુદ્દે વિપક્ષ તડાપીટના મૂડમાં પ્રશ્ર્નોતરી તૈયાર કરાઈ
ભાજપના 17 કોર્પોરેટર દ્વારા 32 અને કોંગ્રેસના 3 કોર્પોરેટર દ્વારા 8 પ્રશ્ર્નો સહિત 40 પ્રશ્ર્નો પૂછાશે
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી 18 ઓગસ્ટના રોજ મળનાર છે. સ્ટેન્ડીગમાં મંજુર થયેલ 10 દરખાસ્તનો એજન્ડા મંજુરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે લોકપ્રશ્ર્નોતરી માટે ભાજપના 17 કોર્પોરેટર દ્વારા 32 પ્રશ્ર્નો અને કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર દ્વારા 8 પ્રશ્ર્નો સહિત 40 પ્રશ્ર્નો પુછવામાં આવશે પરંતુ બીજો પ્રશ્ર્ન કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા દ્વારા પુછવામાં આવનાર છે. જેમાં મોનસુન કામગીરી અને રોગચાળોતેમજ ગેરકાયદેસર દબાણો મુદ્દે ગેમઝોન અગ્નિકાંડ બાબતે પ્રશ્ર્નો કરી અધિકારીઓ તેમજ શાસકપક્ષને ભીળવવાની કોશીષ કરવામાં આવે તે પ્રકારના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. આથી જનરલબોર્ડ આ વખતે ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગાજશે તેવું લાગી રહ્યું છે.
મનપાના જનરલબોર્ડમાં એજન્ડાની દરખાસ્ત મંજુર કરવા સિવાય ફક્ત લોકોને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના બોર્ડમાં લોકોના પ્રશ્ર્નોના બદલે અન્ય રાજકીય પ્રશ્ર્નો તેમજ આક્ષેપો કરી સાસકપક્ષ અને વિપક્ષ દ્વારા બોર્ડનો સમય વેડફવામાં આવતો હોય છે. ગત બોર્ડમાં લોકોના પ્રશ્ર્નો અંગેની ચર્ચા કરવામાં આવેલ જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયું હતું. પરંતુ આ પ્રકારની ઘટના દર વખતે જોવા મળતી નથી. કારણ કે, આગામી તા. 18ના રોજ જનરલ બોર્ડ મળનાર છે. ત્યારે પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર જ્યોત્સના બેન ટીલાળા દ્વારા પુછવામાં આવ્યો છે. જેના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. તેની સામે બીજો પ્રશ્ર્નો કોંગ્રસના વસરામભાઈ સાગઠિયાનો હોવાથી તેઓ પ્રશ્ર્નોતરી દરમિયાન વચ્ચે પોતાના પ્રશ્ર્નોના જવાબ માટે તડાપીટ બોલાવે તેવું લાગી રહ્યુ છે.
વસરામભાઈ સાગઠિયા દ્વારા ત્રણ પ્રશ્ર્નો પુછવામાં આવનાર છે. જેમાં પ્રથમ પ્રશ્ર્ન ટીઆરપી ગેમઝોનમાં મહાનગરપાલિકામાં ફાયર સેફ્ટી વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ તેમજ ફૂડ વિભાગ તથા જગ્યારોકાણ વિભાગની મંજુરી લીધી હતી કે કેમ તથા ફૂડ વિભાગે કેટલાક સ્ટોલની મંજુરી આપેલ હતી તેમજ ફાયર સેફ્ટી વિભાગમાં એનઓસી હતું કે કેમ તથા જગ્યારોકાણ તથા ટીપી શાખાની મંજુરી હતી કે કેમ, તે અંગે તેમજ આગ લાગી ત્યારે ક્યા ક્યા ફાયર સ્ટેશનોમાંથી કેટલાક ફાયર ફાયટરો ગેમઝોન ખાતે ગયા હતા તેમજ પ્રીમોન્સુન દરમિયાન કરેલી તમામ પ્રકારની કામગીરી અને આજ સુધીના રોગચાળાના આંકડાઓ માગવામા આવ્યા છે અને આરએમસી દ્વારા રોગચાળા વિરુધ ક્યા ક્યા પગલા લેવામાં આવે તે સહિતની માહિતી માંગવામાં આવનાર હોય જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા અધિકારીઓને અને શાસકપક્ષને ભીડવવાનો પ્રયાસ કરાય તેવું લાગી રહ્યુ છે.
પ્રશ્ર્નોત્તરીની યાદી
જ્યોત્સનાબેન ટીલાળા 2 પ્રશ્ર્ન
વશરામભાઈસાગઠિયા 3 પ્રશ્ર્ન
કંચનબેન સિધ્ધપુરા 2 પ્રશ્ર્ન
કુસુમબેન ટેકવાની 2 પ્રશ્ર્ન
બીપીનભાઈ બેરા 2 પ્રશ્ર્ન
ભારતીબેન પરસાણા 2 પ્રશ્ર્ન
કોમલબેન ભારાઈ 3 પ્રશ્ર્ન
સોનલબેન સેલારા 2 પ્રશ્ર્ન
ડો. અલ્પેશભાઈ મોરઝરિયા 1 પ્રશ્ર્ન
મગનભાઈ સોરઠિયા 2 પ્રશ્ર્ન
રાણાભાઈ સાગઠિયા 2 પ્રશ્ર્ન
કેતનભાઈ પટેલ 2 પ્રશ્ર્ન
ડો. દર્શનાબેન પંડ્યા 2 પ્રશ્ર્ન
દિલીપભાઈ લુણાગરિયા 2 પ્રશ્ર્ન
દેવાંગભાઈ માકડ 2 પ્રશ્ર્ન
કિર્તિબા રાણા 2 પ્રશ્ર્ન
ડો. રાજેશ્રીબેન ડોડિયા 2 પ્રશ્ર્ન
નિલેશભાઈ જલુ 2 પ્રશ્ર્ન
ભારતીબેન પાડલિયા 1 પ્રશ્ર્ન
મગબુલ દાઉદાણી 2 પ્રશ્ર્ન