મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા
મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ આરંભી છે. જે અંતર્ગત જુદી જુદી શાખાઓમાં મેનેજર સંવર્ગની જગ્યા ભરવા માટે લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ જેનું પરિણામ આવતા ઉમેદવારોના મૌખીક ઈન્ટરવ્યુ લેવાયા હતાં ત્યાર બાદ મેરીટ લીસ્ટ મુજબ નવા પાંચ મેનેજરની આજરોજ નિમણુંક કરવામાં આવી છે. અને તેમને અલગ અલગ વિભાગમાં ત્રણેય ઝોનમાં હોદાઓ સુપ્રત કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓની મેનેજર સંવર્ગની જગ્યા ભરવા માટે તા. 21-7ના રોજ લેખીત પરીક્ષા લેવામાં આવેલ લેખીત પરિક્ષા બાદ નિયત લાયકાત ધરાવતા મેરીટના અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોના મૌખીક ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ બન્ને પરીક્ષાઓના પફોર્મમન્સ અનુસાર મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સસ્ટાફ સિલેક્શન કમીટીની ભલામણ અનુસાર મેરીટમાં અગ્રતા ધરાવતા સુર્યપ્રતાપસિંહને આવાસ શાખાના મેનેજર તથા ગૌરવ હિંમતરાય ઠક્કરને ટેક્સ શાખાના મેનેજર તથા ભાવેશ અમૃતભાઈ પુરોહિતની સેન્ટ્રલઝોન ટેક્સ વિભાગ મેનેજર તથા હાર્દિકસિંહ જસવંતસિંહ જાડેજાને વેસ્ટઝોન ટેક્સ શાખા મેનેજર અને કાજલ હર્ષદભાઈ પંડયાને આરોગ્ય શાખા આઈસીડીએસના મેનેજર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ તમામ ઉમેદવારોએ દિવસ સાતમાં નિમણુંક થયેલ શાખામાં ફરજપર હાજર થવાનું રહેશે. ઉમેદવારનો પગાર ત્રણ વર્ષ સુધી 64,700 મળવા પાત્ર છે. તે સિવાયના અન્ય લાભો મળવા પાત્ર નથી. આ ઉમેદવારોને ફિક્સ પગારના સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 17 પરચુરણ રજાઓ મળશે.
પાંચ ઈન્ચાર્જ મેનેજરને ઈન્ચાર્જ વોર્ડ ઓફિસરનો હવાલો
મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ મેનેજરને ઈન્ચાર્જ વોર્ડ ઓફિસરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં એન.કે. કાનાણીને વોર્ડ નં. 7માં, એસએમ પંડ્યાને વોર્ડ નં. 4માં ડો. એ.ફ.બી. કલ્યાણીને વોર્ડ નં. 16માં, એમ.વી. મુલિયાણાને રોશની શાખામાં અને ડી.કે. ચારેલને વેરા વસુલાત શાખામાં ઈન્ચાર્જ વોર્ડ ઓફિસરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.