રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાલાકીને બ્રેક: બંધ મિલકતનો હવે ભરવો પડશે હાઉસટેક્સ

07:00 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

ટેક્સચોરો દ્વારા લાલચુ કર્મચારીઓને ભેટસોગાદ આપી ચાલુ મિલકતને બંધમાં થપાવી દેવાના કારસ્તાનનો હવે આવશે અંત

Advertisement

કાર્પેટ એરિયા પદ્ધતિ પહેલા બંધ મિલ્કતમાં સફાઈ, જનરલ અને એજ્યુકેશન ટેક્સમાં બાદ મળતુ હતું તે હવે સંપૂર્ણપણે ભરવો પડશે

મહાનગર પાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરામાંથી ઉબી થાય છે. વાર્ષિક 400 કરોડથી વધુ આવક મિલ્કત વેરા થકી ભેગી કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગનો મુળી ખર્ચ કાઢવામાં આવતો હોય છે.છતાં મનપાની મુખ્ય આવકના લક્ષ્યાંકમાં દર વર્ષે મોટુ ગાબડું પડતુ હોય મહાનગરપાલિકા દ્વારા હવે બંધ મિલ્કતનો સંપૂર્ણ મિલ્કત વેરો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બંધ મિલ્કતોમાં સફાઈ, જનરલ અને એજ્યુકેશન ટેક્સમાં બાદ મળતો હતો. પરંતુ હવે તમામ પ્રકારના કર સાથેનું સંપૂર્ણ મિલ્કત વેરો બંધ મિલ્કતનો ભરવો પડશે.

મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની રિકવરી માટે દર વર્ષે સતત છ મહિના સુધી ઝુંબેશ હાથ ધરવી પડે છે. છતાં વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ થતો નથી જેમાં મુખ્યત્વે વર્ષોથી વેરો ભરપાઈ ન કરતા બાકીદારો મોટોભાગ ભજવી રહ્યા છે. આથી રિકવરી ઝુંબેશ દરમિયાન ત્રણ માસમાં 500થી વધુ મિલ્કતો સીલ કરવામાં આવે છે તેમજ એટલા જ આસામીઓને જપ્તીની નોટિસ ફટકારાઈ છે.

છતાં બીજા વર્ષે એની એજ પરીસ્થિતિ ઉભી હોય છે. સીલ થયેલ તેમજ જપ્તીની નોટીસ આપી હોય તેવા આસામીઓ પૈકી 2થી 5 ટકા આસામીઓ જ મિલ્કત વેરો ભરપાઈ કરતા હોય છે. જ્યારે બાકી રહી ગયેલા બાકીદારોને ફરી વખત એની એજ ઝુંબેશમાં આવરી લેવામાં આવે છે. તેવી જ રીતે કાર્પેટ એરિટા પધ્ધતિ આવ્યા બાદ મિલ્કતવેરામાં વધારો થયો છે. અને ગત વર્ષે કાર્પેટ એરિયાના ભાવમાં પણ મનપા દ્વારા વધારો કરવામાં આવ્યો છે.

આથી અનેક બાકીદારો સમયસર વેરો ભરપાઈ કરતા નથી તેમજ આ બાકીદારો સામે નોટીસ ઈસ્યુ થાય ત્યારે તેઓ મિલ્કત બંધ હોવાનું લેખીતમાં આપી છટકી જતા હોય છે. જે ખરેખર મિલ્કત ચાલુ હાલતમાં હોય છે. તેવું અનેક વખત પુરવાર થયું છે. જેમાં ખાસ કરીને નોટીસ આપવા જનાર અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા મિલ્કત ધારકને બંધ મિલ્કત લખી આપશું પ્રસાદી આપો તેમ કહીને પણ ચાલુ મિલ્કતને બંધમાં ખપાવી દેવામાં સાથ આપતા હોય છે. આથી આ તમામ કારસ્તાનો ઉપર બ્રેક લગાવવા માટે મનપાએ હવે બંધ મિલ્કતને પણ સંપૂર્ણ વેરામાં આવરી લીધેલ છે. અગાઉ બંધ મિલ્કત હોય ત્યારે સફાઈ જનરલ અને એજ્યુકેશન ટેક્સમાં મુક્તિ આપવામાં આવતી હતી જેના સ્થાને હવે કાર્પેટ એરિયા આધારિત વેરાબીલ આવ્યા બાદ અન્ય આસામીઓની માફક બંધ મિલ્કતનો પણ સંપૂર્ણવેરો ભરપાઈ કરવો પડશે.

ભાડાના મકાનમાં વધુ ટેક્સ નહીં
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા બંધ મિલ્કતને સંપૂર્ણવેરામાં આવરી લીધેલ છે. અગાઉ માફ કરવામાં આવતા સફાઈ, જનરલ અને એજ્યુકેશન ટેક્સને હવે મુક્તિ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી બંધ હોય કે ચાલુ મિલ્કત હોય તમામને એક સરખો મિલ્કત વેરો ભરપાઈ કરવાનો રહેશે જેની સામે ભાડાની મિલ્કતમાં અગાઉ વધારાનો ટેક્સ લેવામાં આવતો તેમા સુધારા કરવામાં આવ્યા છે. એન ભાડે આપેલ મિલ્કતનો પણ કાર્પેટએરિયા આધારિત મિલ્કત વેરો લેવામાં આવશે તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement