માનેલા ભાઇએ આઠ વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી આચર્યુ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
45 વર્ષના વિકૃત શખ્સની ધરપકડ,ત્રણ દિવસમાં બીજી ઘટનાથી ચકચાર
શહેરમાં શેરીમાં રમતા નાના બાળકો પણ હવે અસલામત છે.નાના બાળકોને મોટા ભાગે પાડોશીઓ કે સોસાયટીના વિકૃત વ્યક્તિનો ભોગ બનતા હોવાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.તેમજ બે દિવસ પહેલા માનેલા ભાઈએ મહિલાના ઘરે પહોંચી સગીર ભાણેજ પર બબ્બે વાર દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ઘટના તાજી છે ત્યાં વધુ એક ઘટના સામે આવતા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા પરિવારના બાળક સાથે 45 વર્ષના વિકૃત પાડોશી શખ્સે શારીરિક અડપલા કરતા યુનીવર્સીટી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા પરિવારે તેના પડોશમાં જ રહેતા 45 વર્ષના રાકેશ પ્રભુદાસ ગંગદેવ સામે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનો માસુમ પૂત્ર ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશી ભાભાની નજર બાળક ઉપર પડી હતી અને જાણે મગજમાં હવસનો કીડો સળવળ્યો હોય તેમ બાળકને કોઇપણ પ્રકારની લાલચ આપી ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.આ ઘટનાથી બાળક ગભરાઈ જતા તે રડતા રડતા ઘરની બહાર નીકળી ગયું હતું અને આ અંગે પરિવારજનોએ તેમની ભાષામાં વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી આરોપી રાકેશ પ્રભુદાન ગંગદેવ(ઉ.45)ને પકડી લઇ કાર્યવાહી શરૂૂ કરાઇ છે.રાકેશ અપરિણીત અને એકલવાયું જીવન જીવે છે. અહીં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાાર સગીર બાળકના માતાએ પાડોશી રાકેશને ધર્મનો ભાઈ બનાવ્યો હતો.
બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી રાજકોટ શહેર પોલીસની શી ટિમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે.જેમાં ટીમ દ્વારા શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં જઈ પોસ્કો એકટ અંગેની માહિતી આપવામાં આવે છે.જેથી કરી વિદ્યાર્થીઓ ગુન્હાઓ અંગે જાગૃત જઈ શકે અને ભવિષ્યમાં ગુન્હાઓ ઓછા થઈ શકે.