મજબૂરી: મેડિકલના વિદ્યાર્થીઓએ સ્વીકારી જુનિયર કલાર્કની નોકરી
રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સરકાર દ્વારા રાજ્યમાં બેરોજરાગારી નહી હોવાનાં પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવેલ શિક્ષિત યુવાનોએ વર્ગ-3 ની જગ્યા માટે અરજી કરવામાં આવી હતી. અને તેઓ પાસ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 305 જેટલા ઉમેદવારો નોકરી પર હાજર થયા હતા.
રાજ્યમાં શિક્ષિત લોકો દ્વારા ક્લાર્કની જગ્યા માટે અરજીઓ કરવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ વર્ગ-3 ની જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા 525 ઉમેદવારોને જુનિયર ક્લાર્કનાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એનાયત કરાયેલ નિમણૂંક પત્રોમાંથી 305 જેટલા ઉમેદવારો નોકરી પર હાજર થયા હતા. વડોદરા કોર્પોરેશન ની જુનિયર કલાર્કની ભરતીમાં હાઈ એજ્યુકેશન મેળવેલા ઉમેદવારો એ નોકરી મેળવી સરકારી નોકરી મેળવવા ફાંફાં પડી રહ્યા છે ત્યારે ડોકટર અને એન્જિનિયરની ડિગ્રી ધરાવતા યુવાનોએ કોર્પોરેશનમાં કલાસ 3 ની જગ્યા પર નોકરી મેળવી છે.
નવાઈની વાત તો એ છે કે ક્લાર્કની વર્ગ-3 ની જગ્યા માટે શિક્ષિત યુવાઓ નોકરી કરવા તૈયાર થયા હતા. મુખ્યમંત્રી દ્વારા એનાયત કરાયેલ 525 ઉમેદવારોમાંથી 305 જેટલા ઉમેદવારો તો નોકરી પર ગઈકાલે હાજર થઈ ગયા છે. જુનિયર ક્લાર્કની ભરતી માટે ડેન્ટિસ, હોમિયોપેથી (આર્યુવેદીક ર્ડાક્ટર), ફાર્મસી, બી.ઈ. સહિતનાં ઉચ્ચ શિક્ષિત યુવાઓ જોડાયા હતા.
કોર્પોરેશનની પરીક્ષા પાસ કરી પસંદગી પામેલા ઉમેદવારો હાજર થઈ રહ્યા છે. જોકે ઉમેદવારો કહી રહ્યા છે, કે અન્ય ભરતીની તૈયારી કરીએ છીએ. પરંતુ હજુ સુધી નોકરી નથી મળી. ત્યારે કલાર્કની નોકરી મળી રહી છે. તે સ્વીકારી રહ્યા છીએ. અન્ય નોકરી મળશે. તો આ છોડી દઈશું. બીજી બાજુ કોર્પોરેશનના અધિકારી જણાવે છે, કે પરીક્ષા આપવાનો બધાનો અધિકાર છે અને ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારો કોર્પોરેશનને મળ્યા છે. તેમના જ્ઞાનનો લાભ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં લેવામાં આવશે.