મનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારો
નવા કરવેરાથી રૂ. 11.84 કરોડની આવક ઊભી કરવાની આશા : ઠેબા બાયપાસ જંકશન ઉપર સિકસલેન સહિત પાંચ નવા ઓવરબ્રિજ નિર્માણ કરાશે
આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ કોમ્પલેક્સ, માંડવી ટાવરનું રેસ્ટોરેશન, ફાયર સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર માટે સાધનોની ખરીદી સહિતના કામનો સમાવેશ
જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે રૂૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં વોટર ચાર્જ, મિલકતવેરા સહિત અનેક સેવાઓના દરમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ વધારાથી મનપાને રૂૂ. 11.84 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. નવા બજેટમાં શહેરના વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ પાસે રેલવે ફાટક ઉપર અન્ડરબ્રીજ અથવા ઓવરબ્રીજ, નાઘેડી જંકશનથી એરપોર્ટથી આગળ ફ્લાય ઓવરબ્રીજ, ઠેબા બાયપાસ જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રીજ, સમર્પણ સર્કલમાં ફ્લાયઓવરબ્રીજ, કાલાવડ નાકા બહાર હૈયાત બ્રીજના સ્થાને રીવરબ્રીજ, વિશાલ હોટલ પાસે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, માંડવી ટાવરનું રેસ્ટોરેશન અને ત્રીજા સ્મશાન, કાલાવડ તથા લાલપુર રોડના ફાયર સ્ટેશન માટે વાહનો અને આરોગ્ય કેન્દ્ર માટે સાધનોની ખરીદી જેવા મહત્વના કામોનો સમાવેશ થાય છે. નવા બજેટમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસ માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે.
આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર0રપ-ર6 નું બજેટ કમિશનર ડી.એન. મોદી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત રૂૂ. 388.94 કરોડ, વર્ષ દરમિયાન કુલ આવક રૂૂ. 1430 કરોડ અને ઉઘડતી સીલક સહિત કુલ રૂૂ. 1818.94 કરોડ તેમજ વર્ષ દરમિયાન કુલ 1993 કરોડનો ખર્ચ અને વર્ષાન્તે 3રપ.94 કરોડની પુરાંત દર્શાવાઈ છે.
મ્યુનિ. કમિશનર દ્વારા અનેક સેવાના કર-દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. ફિક્સ નળ કનેક્શનમાં હૈયાત રૂૂ. 1300 ના બદલે રૂૂ. 1400 પ્રતિવર્ષ, સ્લમ વિસ્તારમાં રૂૂ. 6પ0 ના બદલે રૂૂ. 700, તેમજ અન્ય અલગ-અલગ કેટેગરીમાં 10 થી 1પ ટકાનો કર વધારો સૂચવાયો છે. સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જમાં રહેણાંકમાં રૂૂ. 100 ના બદલે રૂૂ. ર00 અને બિનરહેણાંકમાં રૂૂ. ર00 ના બદલે રૂૂ. 400 (વાર્ષિક) સૂચવવામાં આવ્યા છે.
કરદર વધારાની દરખાસ્તની મહાનગરપાલિકાને રૂૂ. 11.84 કરોડની આવક વધુ થશે જેમાં વ્હીકલ ટેક્સમાં 0.પ0 કરોડ, વોટર ચાર્જમાં રૂૂ. 1.રપ કરોડ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાંથી રૂૂ. 4.પ0 કરોડ, એન્વાયરમેન્ટ ઈમ્યુઝમેન્ટ/ગ્રીનરી ચાર્જમાંથી રૂૂ. 1 કરોડ, ફાયર ચાર્જમાંથી રૂૂ. 1 કરોડ, સ્ટ્રીટ લાઈટમાંથી રૂૂ. 3.34 કરોડ અન્ય દરમાંથી રૂૂ. 0.રપ કરોડની વધારાની આવકનો સમાવેશ થાય છે.
આ નવા વાર્ષિક અંદાજપત્રમાં મહેસુલી આવક રૂૂ. પર3 કરોડ, મહેસુલી સિલક રૂૂ. 11.14 કરોડ મળી કુલ રૂૂ. પ34.14 કરોડમાંથી મહેસુલ ખર્ચ રૂૂ. પરપ કરોડ અને વર્ષાન્તે રૂૂ. 9.14 કરોડની મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે. મહેસુલી આવકમાં ટેક્સની આવક રૂૂ. 118.91 કરોડ, ટેક્સ વગરની આવક રૂૂ. ર14.31 કરોડ, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર આવક રૂૂ. ર7 કરોડ, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક રૂૂ. 4પ કરોડ, અન્ય ગ્રાન્ટ આવક રૂૂ. 96.રપ કરોડ તેમજ અન્ય આવક રૂૂ. ર1.પ3 કરોડ મળી કુલ રૂૂ. પર3 કરોડ થવા જાય છે. જ્યારે મહેસુલી ખર્ચમાં એસ્ર્ટા ખર્ચ (સ્ટાફ) રૂૂ. 10પ.78 કરોડ, એસ્ટા (સફાઈ) રૂૂ. 1ર6.19 કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૂૂ. પ.81, વહીવટી ખર્ચ રૂૂ. 8.07 કરોડ, મરામત-નિભાવ ખર્ચ રૂૂ. 79.ર3 કરોડ, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ 81.99 કરોડ, લોન વ્યાજ ખર્ચ રૂૂ. 0.રપ કરોડ, એજ્યુ શેષ-લેબર વેલફેર સરકારમાં જમા માટે રૂૂ. ર8.97 કરોડ, નક્કી થયેલ પગાર ખર્ચ રૂૂ. 8.પ6 કરોડ, જાહેર શિક્ષણ ખર્ચ રૂૂ. રપ.1પ કરોડ, પરચુરણ ખર્ચ રૂૂ. 36.9પ કરોડ, તથા કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર માટે રૂૂ. 18.0પ કરોડ મળી કુલ રૂૂ. પરપ કરોડ ખર્ચ થશે.
તેવી જ રીતે કેપિટલ સ્વભંડોળમાં 1ર3 કરોડની આવક અંદાજવામાં આવી છે.
શરૂૂઆતની સિલક રૂૂ. 1પ.37 કરોડ ઉમેરાતા રૂૂ. 138.37 કરોડમાંથી 84 કરોડનો ખર્ચ અને અંતે પ4.37 કરોડની કેપિટલ સ્વભંડોળની પુરાંત રહેશે.
મનપાની રૂૂ. પ7,830.73 મુદલ, રૂૂ. 31,પર1.63 લાખનું વ્યાજ મળી કુલ રૂૂ. 89,3પર.36 કરોડની જવાબદારી છે. જ્યારે રૂૂ. 96,687.પ9 લાખનું લેણું બાકી છે. જેમાં દુકાન ભાડુ 19પ.64 લાખ, વ્યવસાય વેરો રૂૂ. પ34પ.73 લાખ, કારખાના લાયસન્સ ફી ર04.83 લાખ, વોટર ચાર્જ (કારપેટ) 8347.પ3 લાખ, વોટર ચાર્જ (સ્લમ) ર741.0પ લાખ, વોટર ચાર્જ (જુનો) રૂૂ. ર17પ.99 લાખ, મિલકતવેરા (રેન્ટબેઝ) રૂૂ. 6084.98 લાખ, મિલકત વેરો (કારપેટ) રૂૂ. 48,180.84 લાખ, સર્વિસ યુઝર્સ ચાર્જ રૂૂ. 910 લાખ અને મુખ્યમંત્રી/પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો રૂૂ. ર084 લાખ મળી કુલ 76,687.પ9 લાખનું લેણું વસૂલવાનું બાકી દર્શાવાયું છે.
આગામી નવા નાણાકીય વર્ષમાં અનેક નવા કામો સૂચવાયા છે. જેમાં પાણી પુરવઠામાં મુખ્ય પાઈપલાઈનના કામો રૂૂ. ર9.8ર કરોડ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ માટે રૂૂ. 18 કરોડનો ખર્ચ થશે. ઊંડ-1 ઈન્ટેક વોલનું કામ રૂૂ. 10.91 કરોડનું ખર્ચ કરવામાં આવશે. ર કરોડનો ખર્ચ સમ્પ તથા પંપહાઉસ માટે થશે. નવાગામ (ઘેડ) એસટીપીની સિક્કા, ખાવડી સુધી પાઈપલાઈન, સ્ટોરેજ સમ્પનું કામ હાથ ધરવામાં આવશે. ભૂગર્ભ ગટર મજબૂતિકરણ તથા સંલગ્ન એસ.ટી.પી. માટે રૂૂ. 110 કરોડનો ખર્ચ કરાશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે 33 કરોડ ખર્ચ કરાશે. રખડતા પશુના નિયંત્રણ માટે રૂૂ. 1ર કરોડ, ઉપરાંત અન્ય જરૂૂરી મશીનરીની ખરીદી કરવામાં આવશે.
વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ પાસે રેલવે ફાટક ઉપર અન્ડરબ્રીજ અથવા ઓવરબ્રીજ માટે રૂૂ. 19.60 કરોડ, નાઘેડી જંકશનથી એરપોર્ટથી આગળ ફ્લાય ઓવરબ્રીજ માટે 90 કરોડનું આયોજન છે. ઠેબા બાયપાસ જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રીજ માટે રૂૂ. 73.90 કરોડના ખર્ચનું આયોજન ઘડી કઢાયું છે. સમર્પણ સર્કલમાં રૂૂ. 44.74 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રીજ તથા કાલાવડ નાકા બહાર હૈયાત બ્રીજના સ્થાને રૂૂ. 1ર કરોડના ખર્ચ રીવરબ્રીજ બનાવાશે. વિશાલ હોટલ પાસે રૂૂ. 40 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે.
માંડવી ટાવરનું રેસ્ટોરેશન અને ત્રીજા સ્મશાન માટે રૂૂ. પ કરોડનો ખર્ચ થશે. કાલાવડ તથા લાલપુર રોડનો ફાયર સ્ટેશનના વાહનો માટે રૂૂ. 1ર કોરડ, ઉપરાંત 3 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રના સાધનોની ખરીદી કરવામાં આવશે.
આ બજેટમાં મહેસુલી આવક રૂૂ. 143 કરોડ અને ખર્ચ રૂૂ. 149 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વર્ષના અંતે રૂૂ. 325.94 કરોડની બાકી રકમ રહેશે. નવા બજેટમાં વોટર ચાર્જ, મિલકતવેરા સહિત અનેક સેવાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી મનપાને રૂૂ. 11.84 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. આ આવકનો ઉપયોગ શહેરના વિકાસ કામો માટે કરવામાં આવશે.
રૂપિયો ક્યાંથી આવશે
ટેક્સની આવક ર3 પૈસા, ટેક્સ વગરની આવક 4પ પૈસા, એજ્યુ. શેષ, લેબર વેલ-ફેર શેષ આવક પાંચ પૈસા, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક 9 પૈસા, અન્ય ગ્રાન્ટ આવક 18 પૈસા તેમજ અન્ય આવક 4 પૈસા મળી કુલ 100 પૈસા થશે.
રૂપિયો ક્યાં વપરાશે
એસ્ટા (સ્ટાફ) ર0 પૈસા, એસ્ટા સફાઈ ર4 પૈસા, એસ્ટા (જેએમટીએસ) 1 પૈસો, વહીવટી ખર્ચ ર પૈસા, મરામત નિભાવ ખર્ચ 1પ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ 16 પૈસા, એજ્યુ. અને લેબર વેલ-ફેર શેષ પાંચ પૈસા, નક્કી થયેલ પ્રોગ્રામ ખર્ચ ર પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ પાંચ પૈસા, પરચુરણ ખૃચ 7 પૈસા અને કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર સાથે મળી કુલ 100 પૈસા થશે.