રૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મ
જૂનાગઢ પાસેના બીલખા પંથકની યુવતી સાથે રાજકોટની મેસન ક્લબ ક્રેડીટ સોસાયટીના ચેરમેને વૈશાલીનગરમાં અને કણકોટ પાસે આવેલ પોતાના મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,બીલખા પંથકમાં રહેતી 27 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે,યુવતી એક પ્રસંગમાં ગઈ ગતિ ત્યાં તેમના સગાએ જણાવ્યું કે હાલ રાજકોટમાં રૈયા રોડ પર વૈશાલીનગર સોસાયટીમાં આવેલ મેસન ક્લબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી નામની મંડળીમાં નોકરી કરે છે તે મંડળીના ચેરમેન પરાગ અનિલ સોલંકી (ઉ.વ 45),(રહે. વૈશાલીનગર, રૈયા રોડ, ગાયત્રી મંદિર સામે, આમ્રપાલી ફાટક પાસે) છે. તેને તમારા બાબતે વાત કરીશ પછી તમને જાણ કરીશ, તેવી વાતચીત થઈ હતી.
બાદમાં યુવતી ડોકયુમેન્ટ લઈ રાજકોટ મંડળીની ઓફીસ ખાતે ઇન્ટરવ્યુ દેવા માટે આવેલ હતી.તેણી મેસન કલબ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન પરાગ સોલંકીને મળેલ જેણે પોતાની મંડળીની ઓફીસમાં ઈન્ટરવ્યુ લીધેલ બાદ 11 માસના કરાર પર લોન એક્ઝીક્યુટીવ તરીકે નોકરી માટે સિલેકટ કરેલ અને તેમાં રૂૂ.8 હજાર પ્રતિ માસ પગાર મળશે તેમ જણાવી કરાર પર નોકરીએ રાખી કરારમાં તેણીની સહી લીધેલ બાદ તેણીને નોકરી વ્યવસ્થિત લાગતા રાજકોટ પી.જી.માં રહેવા આવી ગઈ હતી.
એક દિવસ આરોપીએ ઓફીસ ખાતે કોઈ હતુ નહી ત્યારે જણાવેલ કે, તું ખુબ જ હોશીયાર છો, મારે જુનાગઢમાં મંડળીની બીજી ઓફીસ ચાલુ કરવી છે તેમાં તને પચાસ ટકા હિસ્સો આપીશ તેમ જણાવી, તું મને ગમે છો, મારે તારી સાથે લગ્ન કરવા છે અને તને જણાવી દઉં કે, મારે મારી પત્ની સાથે ઝઘડા ચાલે છે, તેને છુટા છેડા આપી દેવા છે, ત્યાર બાદ આપણે લગ્ન કરી લઇશુ તુ મારી સાથે લગ્ન કરીશને? તેમ પુછતા તેણીએ લગ્ન કરવાની ના પાડેલ હતી. બાદ એક દિવસ આરોપીએ કહેલ કે, પોતાને મંડળીના કામમાં મકાનમાં ભાડા કરારની જરૂૂર છે જેથી તુ મારા મકાનમાં રહે છે તેવો ભાડા કરાર કરી નાખીએ તેમ કહી નોટરી પાસે લઈ ગયેલ અને ત્યાં નોટરી કરારમાં તેણીની સહી લીધેલ અને થોડા દિવસો બાદ જાણ કરેલ કે, આપણે ભાડા કરાર નહીં પરંતુ મૈત્રી કરાર કરેલ છે તેમ કહી તેના કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે આવેલ અન્ય મકાન છે ત્યાં લઈ ગયેલ અને ત્યાં મરજી વિરૂૂધ્ધ તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ હતો.
જેથી તેણીએ નોકરીમાંથી જાન્યુઆરી 2023 માં રાજીનામું આપી દીધેલ અને સમાજમાં આબરૂૂ જવાના ડરથી વાત કોઇને કહેલ ન હતી.બાદમાં તેણી પોતાના વતન જતી રહી હતી. પર્સનલ કામ છ મહિના કરેલ તે દરમિયાન પણ આરોપીએ અવારનવાર દુષ્કર્મ કરેલ હતું.બાદ તમામ બનાવ વિશે માતા પિતાને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.