For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણાના ખજુરડા ગામનો શખ્સ હદપાર

11:33 AM May 14, 2025 IST | Bhumika
જામકંડોરણાના ખજુરડા ગામનો શખ્સ હદપાર

ધોરાજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નાગાજણ એમ.તરખાલા દ્વારા હુકમ કરતા રાહુલ મનસુખભાઈ વાણવીને રાજકોટ જિલ્લા તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવેલ છે.

Advertisement

જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમ શ્રી રાહુલ મનસુખભાઈ વાણવી, ઉ.વ.27,રહે. ખજૂરડા, જામકંડોરાણાએ માથાભારે અને ઝનુની તોફાની તકરારી સ્વભાવના માણસો છે અને તે દારૂૂ પીવાની તથા વેચવાની ટેવ વાળા માણસ હોય પ્રોહીબીશનના કાયદાનો વારંવાર ભંગ કરતા હોય વર્ષ 2023 થી 2025 સુધીમાં પ્રોહી.ધારાનો ભંગ કરવા અંગેના કુલ 6 ગુન્હા નોંધાયેલ છે અને મજકુર ઇસમ વિરૂૂધ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના 4 ગુન્હાઓ કોર્ટમા ચાલી જતા તેને સજાઓ થયેલ છે.

આ ઈસમ ગુનાહિત પ્રવૃતિવાળો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેને તાત્કાલિક હદપાર કરવાનું આવશ્યક જણાતા,તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્યો કરતો અટકાવવા સારું ધોરાજી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીએ તા.13/05/2025ના રોજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 57(ગ) હેઠળ શ્રી રાહુલ મનસુખભાઈ વાણવીને ચાર માસ માટે રાજકોટ જિલ્લા તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement