ધારાસભ્ય ઇટાલિયાના લીગલ ડોકયુમેન્ટનું કામ કરતા શખ્સની ધરપકડ
આરોપી આપના જોઇન્ટ સેક્રેટરી છે, મામલતદારમાં નકલી સોલવંશી સર્ટીફિકેટ રજૂ કરતા ફરિયાદ થઇ હતી: આરોપીએ યુનિયન બેંકના બોજા સર્ટી.માં પણ છેડછાડ કરી
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઇન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અઅઙના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પારટીયાના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવંસી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં જામીન માટે નકલી સોલવંસી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તેમની કાનાણી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી સ્ટેમ્પ, રજિસ્ટર સાથે અન્ય દસ્તાવેજો કબ્જે કર્યા છે.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના લીગલ સેક્રેટરી અને જૂનાગઢ જિલ્લા અઅઙના પદાધિકારી ધર્મેશ કાનાણીની બોગસ દસ્તાવેજો બનાવવાના આરોપસર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. કોર્ટમાં જામીન માટે જરૂૂરી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે બેંકના દસ્તાવેજોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજો રજૂ કરવાનું આ કૌભાંડ વિસાવદર મામલતદાર કચેરીની સતર્કતાને કારણે પકડાયું હતું.
આ કેસના મૂળમાં મનસુખ પાટરીયા નામના વ્યક્તિને કોર્ટમાં જામીન માટે 75 હજારના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂૂરિયાત હતી. સોલ્વન્સી સર્ટિફિકેટ માટે મિલકતની કિંમતમાંથી દેવું (બોજો) બાદ કરવામાં આવે છે. મનસુખ પાટરીયાની મિલકત પર યુનિયન બેંકનો ₹3,36,997નો લોન હતી. આ લોનની રકમ બાદ કરતાં તેમની મિલકતની કિંમત માત્ર ₹64,730 રહેતી હતી, જે 75 હજારના સર્ટિફિકેટ માટે અપૂરતી હતી. આ કારણે કાયદેસર રીતે સર્ટિફિકેટ નીકળી શકે તેમ ન હતું. કાયદાકીય પ્રક્રિયામાં નિષ્ફળ જતાં મનસુખ પાટરીયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ કાનાણીએ 7 હજાર લઈને ખોટી રીતે સર્ટિફિકેટ કઢાવી આપવાની ખાતરી આપી હતી.
ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના બોજા સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી. તેણે ₹3,36,997ની રકમમાંથી આગળનો 3નો આંકડો દૂર કરીને રકમને માત્ર ₹36,997 કરી દીધી, જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય. આ નકલી બેંક સર્ટિફિકેટના આધારે, ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને એક ખોટું સોગંદનામું (એફિડેવિટ) તૈયાર કર્યું. આ તમામ બોગસ દસ્તાવેજો અને ખોટા સોગંદનામાને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા.
મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અધિકારીઓને શંકા જતાં તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જે બાદ વિસાવદર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જઘૠએ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 465 (ખોટો દસ્તાવેજ બનાવવો), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવો), 193 (ખોટો પુરાવો આપવો), 196 (ખોટા પુરાવાનો ઉપયોગ કરવો) અને 511 (ગુનો કરવાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.