રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નશાની હાલતમાં યુવાન ઉપર હુમલો કરનાર શખ્સની ધરપકડ

04:48 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

શહેરના મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે દારૂના નશામાં રહેલા શખ્સે વાહન ચાલક સાથે ઝગડો કરી માર માર્યાનો વિડિયો વાયરલ થતાં પોલીસે નશાખોર શખ્સની ધરપકડ કરી પ્રોહિબીશનનો ગુનો નોંધી તપાસ હાથ દરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પાલોટ પાસે નશાની હાલતમાં એક શખ્સ વાહન ચાલક યુવાન ઉપર હુમલો કરી માર મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વાહન ચાલક કાનાભાઈ દેવાભાઈ જાડેજા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પોતાનું વાહન લઈ ઉભા હતા ત્યારે નશાની હાલતમાં આવેલા શખ્સે ‘મારૂ એકટીવા અહિંથી કયા ગયું’ કહી ઝઘડો કરી ‘હું દરબાર છું. મારુ કોઈ કાઈ બગાડી નીહં લે’ તેવો રૌફ જમાવી કાનાભાઈ સાથે મારામારી કરવા લાગ્યો હતો અને માથામાં પથ્થર ઝીંકી દેતાં કાનાભાઈ લોહીલુહાણ થઈ ગયા હતાં.

જેથી તાલુકા પોલીસને જાણ કરતાં હેડ કોન્સ.પી.વી.જીલરીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને નશાની હાલતમાં રહેલા યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા (રે.શ્રીરામ ટાઉનશીપ, જીવરાજ પાર્ક’ને ઝડપી પાડી તેના વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement