માળિયા વનાળિયાના યુવાનનું ટ્રેનની ઠોકરે મોત, વોકહાર્ટમાં મૃતદેહને લઇ જતા તબીબે કહ્યું ઓપરેશન કરવુ પડશે 3 લાખ થશે!
રાજકોટમાં બની ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવી સ્ટોરી : છેલ્લે હોસ્પિટલના વહીવટદારોએ 45 હજાર પડાવ્યાનો આક્ષેપ
અક્ષયકુમારની ગબ્બર ઇઝ બેક ફિલ્મની સ્ટોરીમાં આવેલા એક શીન જેમાં તે એક મૃતદેહને હોસ્પિટલે લઇ જવામાં આવે છે અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મૃતદેહની સારવાર માટે પૈસા ભરાવવામાં આવે આવે છે અને છેલ્લે તેમને મૃત જાહેર કરવામાં આવે છે.
જેમાં મોરબીના માળીયા વનાળિયા ગામે રહેતા યુવાનનું ટ્રેનની ઠોકરે મોત નીપજ્યું હતું ત્યારે તેમને સારવાર માટે પરિવાર દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.ત્યારે ત્યાં વોકહાર્ટ તબીબે આ યુવાનનું ઓપરેશન કરવાનું કહી ડોકટરે રૂૂ.3 લાખ માંગ્યા હતા.જોકે દર્દીના જાગૃત સગા એ કહ્યું કે,આ વ્યક્તિ મૃત છે,ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો.સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.આમ છતાં હોસ્પિટલના સ્ટાફે 45 હજાર પડાવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મોરબીના માળીયા વનાળિયા ગામે રહેતા સતિષભાઈ હરિભાઈ રાઠોડ (ઉ. વ.37)ને ગઈકાલે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની ઠોકરે અકસ્માત નડતા ગંભીર ઇજા થઈ હતી. સતિષભાઈને પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.રાત્રે ત્રણ વાગ્યા આસપાસ તેમણે દમ તોડી દીધો હતો. દર્દીના સગાઓએ આક્ષેપ કર્યો હતો કે,સતિષભાઈના મૃત્યુ બાદ પણ વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા સતિષભાઈ નું ઓપરેશન કરવું પડશે તેમ કહીને ત્રણ લાખ રૂૂપિયાની માંગણી કરી હતી.
જેથી હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે બોલાચાલી થઈ હતી દર્દીના સગાનું કહેવું હતું કે સતિષભાઈ નું મૃત્યુ થઈ ગયું છે છતાં ઓપરેશન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.આપણે સતિષભાઈને અત્યારે સિવિલ હોસ્પિટલે લઈ જઈએ.આમ સતિષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તુરંત જ ત્યાં તપાસીને ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આમ છતાં તબીબે તેમની પાસેથી 45 હજાર પડાવ્યા હતા.તેવી સંબંધીમાંથી જાણવા મળી રહયું છે.સતિષભાઈને સંતાનમાં 1 દીકરી અને 1 દીકરો છે. પોતે ડ્રાઇવિંગ કામ કરતા હતા.