For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેક ઇન ઇન્ડિયા; સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટ

04:10 PM Dec 02, 2025 IST | Bhumika
મેક ઇન ઇન્ડિયા  સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટ

‘વોકલ ફોર લોકલ’ થી ‘ગ્લોબલ એકસીલન્સ’ વિઝનને શ્રીરામ એરોસ્પેસે આપી નવી ગતિ

Advertisement

રાજકોટમાં જાન્યુઆરી-2026માં યોજાશે વાઇબ્રન્ટ રીજિયોનલ કોન્ફરન્સ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારત અને ગુવરાત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવાની યાત્રાને વેગ આપી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ કોન્ફરન્સની સાથે જ તા. 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અનેક સ્વદેશી કંપનીઓ રાઇઝિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે આગવી ઓળખ ધરાવતું રાજકોટનું હવે વધુ એક ક્ષેત્રે એરોસ્પેસ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરતુ શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ આગામી સમયમાં એરોસ્પેસ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ વલ્લભભાઈ સતાણી જણાવે છે કે, અમે અમારી કંપનીની શરૂૂઆત વર્ષ 2017 માં કરી હતી. અમને શ્રીરામ એરોસ્પેસ થકી ન્યૂ ઇન્ડિયાની ટેક્નોલોજિકલ મહત્વકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. મારા પિતા વલ્લભભાઈ સતાણીના માર્ગદર્શન હેઠળ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નિપુણતાનો મજબૂત આધાર ધરાવતી કંપની આજે ભારતમાં આંગળીના વેઢે ગણી શકે એવી સંસ્થાઓમાં સામેલ થઈ છે.
તેઓ ઉમેરે છે કે, અદ્યતન મશીનરી અને 24સ7 પાવર-બેક્ડ એસેમ્બલી સુવિધાથી સજ્જ થઈને અમે ગુજરાતના સૌથી આધુનિક અને સુસજ્જ પ્રીસીઝન એન્જિનિયરિંગ ઈકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે આજે વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ જેવી કે એરબસ, બોઇંગ, રોલ્સ-રોયસ, ડેસોલ્ટ એવિએશન, ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વગેરે માટે અત્યંત મહત્વના એરોસ્પેસ પાર્ટસ સપ્લાય કરવા સક્ષમ બન્યા છીએ.

તેઓ સતાણી વધુમાં જણાવે છે કે, અમારી ટેક્નીકલ ટીમના સહયોગથી ટેક્નોલોજીના સર્વોચ્ચ સ્તરે અલ્ટ્રા-પ્રીસીઝન મશીનિંગ, કોમ્પ્લેક્સ એરોસ્પેસ ટૂલિંગ, હાઈ-સ્ટ્રેન્થ એલોય્સ અને ક્રિટિકલ એસેમ્બલીઝમાં પ્રભુત્વ મેળવ્યું. SACISRO માટે ભારતનું પ્રથમ 6 માઇક્રોન RMS ધરાવતું ટેરા હર્ટ્ઝ એન્ટેના અને નેવિગેશન એન્ટેના પણ વિકસાવ્યું છે. 8-મીટર વિંગ ફિક્ચર્સ, INVAR કોમ્પોઝિટ લેવઅપ ટૂલ્સ અને એરો-એન્જિન પાર્ટસનું નિર્માણ માટે સ્ટ્રેચ-ફોર્મિંગ ડાઇઝ, રિફ્લેક્ટર પેનલ્સ અને અંદાજિત 3000 થી વધુ એરોસ્પેસ ટૂલ્સની ડિલિવરી કરી છે. આ ઉપરાંત, TATA Airbus C295 વિમાન માટે 11.5 મીટર લાંબા, 25 ટન વજનના અને 15,000+ ભાગો ધરાવતા લેફ્ટ અને રાઈટ વિંગ બોક્સ એસેમ્બલી જિગ્સની સફળ ડિલિવરી કરી શક્યા છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement