વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત
વલસાડ જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ તેમને બચાવવા નદી પડતા જોત જોતામાં પાંચેય નદીમાં ગરક થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અને પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ચારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જયારે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. ચારેય હતભાગી યુવાન વાપીની કોલેજમાં અભ્યાસ કરતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દમણ વિસ્તારમા રહેતા અને વાપીની કેબીએસ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા સાત યુવાનો ગઇકાલે મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં આવેલ પાંડવ કુંડ પાસે બે ઓટો રીક્ષામાં ફરવા ગયા હતા. તે દરમિયાન તમામ યુવાનો કોલક નદી કિનારે પહોંચ્યા હતા. જ્યાં બે યુવાનો ન્હાવા પડતા ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા. પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઇ ગયા હતા. અન્ય યુવાનોએ ભારે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ, સરપંચ પણ પહોંચી ગયા બાદ લોકોએ પાંચ યુવાનો બહાર કાઢી હોસ્પીત્લા ખાતે લઇ જવામાં આવ્યા જ્યાં 4 વિધાર્થીના મોત થયાં.
આ ઘટનામાં ધનંજય લીલાઘર ભોંગળે (ઉ.વ.20), આલોક પ્રદિપ શાહે (ઉ.વ.19), અનિકેલ સંજીવસીંગ જાતે સીંગ (ઉ.વ.22,), લક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામી (ઉ.વ.22,)નું મોત થયું. જયારે રીક્ષા ચાલક દેવરાજ કેશવ વાનખેડે (ઉ.વ.21)નો બચાવ થયો હતો. કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. વાપીની કેબીએસ કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે.