For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના ‘મિનિ બાંગ્લાદેશ’ ચંડોળા તળાવમાં મહાડિમોલિશન

10:53 AM Apr 29, 2025 IST | Bhumika
અમદાવાદના ‘મિનિ બાંગ્લાદેશ’ ચંડોળા તળાવમાં મહાડિમોલિશન

80 જેસીબી, 60 ડમ્પર, બે હજારથી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે ગેરકાયદે વસાહત હટાવવા ઓપરેશન ક્લીન

Advertisement

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ સ્વરૂપે આજ સવારથી મિનિ બાંગ્લાદેશ મનાતા ચંડોળા તળાવ વિસ્તારમાં 80 જેસીબી, 60 ડમ્પર સાથે પોલીસનો વિશાળ કાફલો ત્રાટકયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી સતત ઘટના પર નજર રાખી રહ્યા છે.

અમદાવાદમાં મિની બાંગ્લાદેશ વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા બે હજાર જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બુલડોઝરની કાર્યવાહીમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 80 જેસીબી, 60 ડમ્પરથી કાર્યવાહી કરાશે. અમદાવાદના તમામ સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા બાદ બાંગ્લાદેશીઓ બાદ હવે દબાણો પર અખઈ એ ઓપરેશન ક્લિન શરૂૂ કર્યું હતું.

Advertisement

ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોના વીજ કનેકશન કાપી નંખાયા હતા. ક્રાઈમબ્રાંચે ચંડોળા તળાવ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અખઈની સોલિડ વેસ્ટ અને ઈજનેર વિભાગની તમામ ઝોનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર દિવસ દરમિયાન અખઈનું ઓપરેશન ક્લિન ચાલશે. સવારે 7 વાગ્યાથી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ફરી વળશે. અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.

અમદાવાદ પોલીસ, કોર્પોરેશન, ક્રાઈમબ્રાંચનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ સાતેય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. તમામ સાતેય ઝોનના સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગના અધિકારીઓ જોડાયા હતા. છેલ્લા 15 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી,કાચા- પાકા મકાનોનું બાંધકામ છે. સૌ પ્રથમ 100 બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ચંડોળા તળાવ વિસ્તાર મોડી રાત સુધી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

લલ્લા બિહારીનું 2000 વારમાં આલિશાન ફાર્મહાઉસ
કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસ માટે મુલાકાત લીધી, જ્યાં તેઓ 2000 વારમાં ફેલાયેલા લલ્લા બિહારી નામના વ્યક્તિના આલીશાન ફાર્મહાઉસને જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઝૂંપડપટ્ટીઓ વચ્ચે ઊભું આ ફાર્મહાઉસ, જે હવેલી જેવી ભવ્યતા ધરાવે છે, ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું, લલ્લા બિહારી અને તેના દિકરા ફતેહની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement