For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર

11:35 AM Mar 13, 2025 IST | Bhumika
વીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર

બે માસમાં અનેક જગ્યાએ તિરાડો પડી, જાગૃત નાગરિક દ્વારા સીએમઓને ઓનલાઇન ફરિયાદ

Advertisement

સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હમેઁશા ઊઠતી રહેતી હોય છે ત્યારે આવીજ ફરિયાદ રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ વીરપુરમાં ઉઠી છે,યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવતા હજારો યાત્રાળુઓ તેમજ વીરપુર ગામના રહેવાસીઓના સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી સેવા માટે સરકારના અરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે, આ આયુષ્માન અરોગ્ય મંદીર પેટા કેન્દ્ર વિરપુરના બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. ગુજરાત સરકારના બજેટ અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જેતપુર તાલુકાના ત્રણ ગામ વિરપુર, ઉમરાળી અને મોટા ગુંદાળા એમ ત્રણ ગામમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતી સેવા માટે નવાણું લાખ રૂૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે આ ત્રણેય ગામમા આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં તેત્રીસ લાખ રૂૂપિયાની માતબર રકમનું આયુષ્માન આરોગ્ય મંદીર પેટા કેન્દ્રના નવા બિલ્ડીંગનું બાંધકામ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે,આ નવા નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના બિલ્ડીંગના બાંધકામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામ ખુબજ નબળું થયુ હોવાના આક્ષેપો સાથે જાગૃત લોકો દ્વારા કેન્દ્ર સરકાર અને સી.એમ.ઓમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે,અહીં જે બિલ્ડીંગ બાંધકામ થયુ છે ત્યાં બાંધકામમાં માલ અને મટિરિયલ વાપરવામાં આવ્યું છે તે નબળી ગુણવત્તાનું વાપરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ ઉઠી છે, વીરપુરમાં નવા નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રનું તૈયાર કરેલ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરો દ્વારા તા.21 જાન્યુઆરી 2025ના રોજ વિરપુર આરોગ્ય વિભાગને હેન્ડઓવર કર્યું એટલે કે આજથી બે માસ પહેલા જ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યું છે, છતાં હજુ સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ આયુષ્માન આરોગ્ય મંદીર પેટા કેન્દ્ર શરૂૂ કરવામાં આવ્યું નથી એટલે આ આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્ર હજુ સુધી લોકોની આરોગ્ય સેવા માટે ચાલુ કરાયું નથી! નવાઈની વાતતો એછે કે વિરપુરનું આ આયુષ્માન આરોગ્ય મંદીર પેટા કેન્દ્ર હજુ શરૂૂ કરાયું નથી ત્યાંતો આ નવા નિર્માણ પહેલા બિલ્ડીંગમાં અનેક જગ્યાએ તિરાડો અને લાદીઓ ઉખડી જવા પામી છે ત્યારે આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના બિલ્ડીંગના બાંધકામમાં જબરો ભ્રષ્ટાચાર થયો હોવાની બુ આવી રહી હોવાનું સામે આવ્યું છે, જેમને લઈને આરોગ્ય વિભાગનું આરોગ્ય કેન્દ્ર જ ખુદ માંદગીના ખાટલે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વિરપુરના આ નવા બેનલ આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રમાં એક બાજુ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનુ સામે આવ્યું છે તો બીજી બાજુ આ બિલ્ડીંગની ફરતે બાજુ કોઈ પ્રકારની દીવાલ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું નથી જેમને લઈને બિલ્ડીંગની અગાસી ઉપર કે બિલ્ડીંગના પાછળના ભાગમાં આવારા તત્વો દ્વારા અવારનવાર દારૂૂની મહેફીલો પણ જામતી હોવાની ચર્ચાઓ લોકમુખે ઉઠવા પામી છે, ત્યારે સરકાર દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા આ આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના બાંધકામમાં દરમિયાન થયેલા ભ્રષ્ટાચારીઓ સામે તપાસ કરી નકર પગલાં લેવાની જાગૃત લોકોમાં માંગ ઉઠી છે. આ બાબતે પીએચસી મેવાસા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફીસર અને વિરપુર આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના અધિકારી ધર્મીશા ડાવરાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે હજુ એ બિલ્ડીંગમાં કમ્પાઉન્ડર હોલ પણ બાકી છે અને ટેરેસમાં જવા માટેની સીડી પણ ખુલ્લામાં છે એટલે અમે રાજકોટ જિલ્લા પંચાયતના પી.આઈ.યું ડિપારમેન્ટ લેખિતમાં જાણ કરી છે કે આ બિલ્ડીંગની કામગિરીથી અમને અસંતોષ છે અને હું અહીંયા નવી આવી છુ એટલે મને વધારે કઈ માહીતી ખબર ન હોય તેવો જવાબ આપ્યો હતો.

Advertisement

વિરપુરમાં આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના બિલ્ડીંગના બાંધકામ માટે આરોગ્ય વિભાગે કેટલા રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ બિલ્ડીંગ મોસ્ટલી પચીસ લાખ રૂૂપિયાની રકમનું બનાવવામાં આવ્યું છે અને અમેં અમારા લેવલથી તપાસ કરાવી લેશું તેવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement