ઈન્કમટેક્સ તંત્રમાં મોટાપાયે ફેરફાર : 148 ડેપ્યુટી કમિશનર અને 11 ચીફ કમિશનરની બદલી
મુંબઈના અમિત કુમારને ગુજરાતમાં મુકાયા જ્યારે ગુજરાતના કે.આર. મીના-રાજસ્થાન, સોનલ સિંઘ-યુપી, મીનુ ઓલાની મુંબઈ બદલી
મુંબઈના નિમિત પટેલ, રાજસ્થાનના કે.આર. કાવડ, કર્ણાટકના પ્રિયંકા બોથરાનું ગુજરાત ઈન્કમટેક્સ વિભાગમાં પોસ્ટિંગ
ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા ઈન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અને દેશભરના અલગ અલગ શહેરમાં અને વિભાગોમાં ફરજ બજાવતા 148 ડેપ્યુટી કમિશનર અને 11 ચીફ કમિશનરની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, બિહાર, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિસા, પુના, વેસ્ટ બંગાલ, કર્ણાટક અને ગોવામાં ફરજ બજાવતા ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પણ આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
એક સાથે સામુહિક બદલીના હુકમોમાં 11 ચીફ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેમાં નાગપૂર, ઓડીસા, ઝારખંડ, સિક્કીમ, રાજસ્થાન, બોમ્બે, દિલ્હી, કેરેલા અને યુપીના 11 ચીફ કમિશનરો બદલાયા છે. જ્યારે 148 ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની બદલીમાં મુંબઈથી અમિત કુમારને ગુજરાત મુકવામાં આવ્યા છે. એ ઉપરાંત ગુજરાતથી પણ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની અન્ય રાજ્યમાં બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના કે.આર. મીના-રાજસ્થાન, સોનલ સિંઘ-યુપી, મીનુ ઓલાને મુંબઈ, નીધી બારડને દિલ્હી, સરયુ આધેને નાગપુર, દિનેશ હોનમાને ઉના, ઈસ્મીત કૌરને આંદ્રપ્રદેશ મુકવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી સીપી વર્માને ગુજરાત મુકવામાં આવ્યા છે. ઉપરાંત મુંબઈના નીમીત પટેલ, રાજસ્થાનના કે.આર. કાવડ, કર્ણાટકના પ્રિયંકા બોથરાનું ગુજરાત ઈન્કમટેક્સ વિભાગમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા આવકવેરા વિભાગના અધિકારીઓની બદલીનો ઘાણવો નિકળ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક કક્ષાએ પણ આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફારો થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.