જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત
01:46 PM Sep 04, 2025 IST | Bhumika
Advertisement
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના માંગરોળના ચા બજાર વિસ્તારમાં બની હતી. એક જર્જરિત અચાનક ઘરાશાયી થયું હતું. આ મકાન જયારે ઘરાશાયી થયું ત્યારે દાદા તેમનો પૌત્ર સાથે બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો. જેના કારણે બંને ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Advertisement
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
Advertisement