For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહેસાણાના વિજાપુર મોટી મોટી દુર્ધટના: દીવાલ ધસી પડતાં 3નાં મોત, 4 ઈજાગ્રસ્ત

02:04 PM May 23, 2025 IST | Bhumika
મહેસાણાના વિજાપુર મોટી મોટી દુર્ધટના  દીવાલ ધસી પડતાં 3નાં મોત  4 ઈજાગ્રસ્ત

Advertisement

મહેસાણાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના બની છે. એક મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર સુંદરપુરા ગામમાં મહાદેવવાળા વાસ વિસ્તારમાં મકાનના પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 4 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ આજે બપોર 12.10 મિનિટ સુંદરપુર ગામમાં બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાબુભાઈ ભુરીયા ઉંમર વર્ષ 45, રણજીત ઠાકોર ઉંમર વર્ષ 40 અને જીતેન્દ્ર ચોહાણ ઉંમર વર્ષ 25 છે. આ ધટનામાં ત્રણ લોકો મોત જ્યારે છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે જેમા એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement