For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી, કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

04:45 PM Oct 14, 2025 IST | Bhumika
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી  કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી જાહેર કરાઇ: બપોરે 2:30 કલાકે પાઇલોટે ઇમરજન્સી લેન્ડિંગ કયુર્ર્, કોઇ દુર્ઘટના ન સર્જાતા સમગ્ર તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો

Advertisement

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે એરપોર્ટ ઓથોરિટી એલર્ટ બની હતી અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. જોકે, ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ઇમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી હતી.

ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પહેલાં જ એરપોર્ટ પર તમામ બચાવ અને સુરક્ષા ટીમોને સ્ટેન્ડબાય પર તૈયાર કરી દેવામાં આવી હતી.તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂૂપે ચાંદખેડા ફાયર સ્ટેશનથી ત્રણ ફાયર ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ તરફ રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો.હાલમાં લેન્ડિંગ કરાયેલી આ ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની સઘન તપાસ ચાલી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ખામી દૂર થયા બાદ આ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement