યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવ
ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક સહિતની 100થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાઈ: દાતાઓ તરફથી 2 કરોડનું દાન મળ્યું
81 દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આશીર્વચન પાઠવ્યા
રાજકોટના યુનિટી ફાઉન્ડેશન દ્વારા તા. 11ને શનિવારે 81 દીકરીઓનાં જાજરમાન સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવા 150 રીંગ રોડ પર પરસાણા ચોકમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં જાજરમાન સમૂહ લગ્ન યોજાયા હતા. આ ભવ્ય સમૂહલગ્નમાં ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક, યાંદીની પાયલ, સ્ટીલ કબાટ, સેટી પલંગ, ફ્રીજ,સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે 100થી વધુ જીવનજરૂૂરી તમામ વસ્તુઓ કરિયાવર સ્વરૂૂપે આપવામાં આવી હતી. યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્રદ્રષ્ટા અને ચેરમેન ડો. ભરત બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ) પરેશભાઈ ગજેરા, પ્રમુખ-રાજકોટ બિલ્ડર એસોસિયેશન, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ કિયાડાના માર્ગદર્શન અને રાહબારી હેઠળ લગ્નોત્સવ તડામાર તૈયારી કરવામાં આવી હતી.
સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ પુરુષોત્તમ રૂૂપાલા અને રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયા સહિત સ્થાનિક ભાજપનાં આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં પાટીલ અને રૂૂપાલાએ નવદંપતીને આશીર્વાદ આપી આ સમારોહ યોજવા બદલ યુનિટી ફાઉન્ડેશનનાં અગ્રણી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા સાહિતનાને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે બોધરાએ આગામી વર્ષે ત્રણ ગણો મોટો સમારોહ યોજવાની જાહેરાત કરી હતી. જેને પગલે મિનિટોમાં 2 કરોડનું અનુદાન મળ્યું હતું. સી.આર.પાટીલે આ તકે જણાવ્યું હતું કે, ગરીબ મા બાપને સૌથી મોટી ચિંતા લગ્નની હોય છે. આર્થિક તંગીના લીધે લગ્ન માટે ખેતર-મકાન વેચવું પડતું હોય છે. ત્યારે આવા સમૂહ લગ્નોત્સવ આવી દીકરીઓ માટે આશીર્વાદ બને છે. સમૂહ લગ્નનું આયોજન પૂણ્યનું કામ છે. તેથી નવદંપત્તીઓ અને આયોજકોને શુભેચ્છા પાઠવું છું.
મંડપ નં-9ની હીરલબેન પટેલ કહે છે કે, વ્યવસ્થા ખૂબ જ સરસ છે તમામનો આભાર, જ્યારે મંડપ નં-14ની દીકરી સોનલબેન ઠાકોરે કહ્યું કે, આયોજકોનો ખૂબ જ ધન્યવાદ, આવા સમૂહ લગ્ન થવા જોઈએ, મંડપ નં- 15ની સ્નેહાબેન રાઠોડે કહ્યું કે, ભરતભાઈ તથા તેમની ટીમનો આભાર માનીએ તેટલો ઓછો છે. મંડપ નં-21ના મનીષાબેને જણાવ્યું કે, યુનિટી ફાઉન્ડેશનનું કામ અદભુત છે જીવન પર આભા રી રહીશ, મંડપ નં-22ના કિંજલબેન ચાવડાએ જણાવ્યું કે, યુનિટી ફાઉન્ડેશને કરીયાવરની તમામ ચીજવસ્તુઓ આપી છે. તેથી તેમનો આભાર.
યુનિટી ફાઉન્ડેશનનાં આગેવાન અને પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આજે 81 દીકરીઓનાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 દીકરીઓ માતા-પિતા વિહોણી છે. જ્યારે 32 જેટલી દીકરીઓને માતા કે પિતા બેમાંથી એક ન હોય તેવી છે. આ તમામ દીકરીઓનાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવવાની સાથે તેમને 140 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. આ સાથે જ આગામી વર્ષે આનાથી ત્રણ ગણો મોટો લગ્ન સમારોહ યોજવાની અને 200 કરતા વધુ દીકરીનાં લગ્ન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ રૂા.2કરોડનું અનુદાન પણ મળ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપ પ્રમુખ વિજયભાઈ તોગડીયા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ કિયાડા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ આયોજન માટે દાતાઓ તરફથી દાન પણ મળ્યું હતું. જેમાં દિનેશભાઇ એન. પરસાણા, ચંદુભાઈ એન. પરસાણા, પરેશભાઈ ઘેલાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ ડોબરીયા, દર્શનભાઈ કારીયા, વિમલભાઈ સીદપરા, મુકેશભાઇ રામાણી, રાજદિપસિંહ એમ. જાડેજા, રસિકભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ શિંગાળા, ધીરુભાઈ રોકડ, હરિભાઇ ભંડેરી, ગુણુભાઈ ભાદાણી, રમેશભાઈ વાછાણી, મહિપતસિંહ ચુડાસમા, મનસુખભાઇ ભીમાણી, વલ્લભભાઈ તોગડીયા, સંદિપભાઈ સાવલિયા જયેશભાઈ જી. ચોથાણી, જિજ્ઞેશભાઈ ક્યાડા, ભરતભાઇ બોધરા, મનજીભાઇ જગાભાઈ ગજેરા, હરેશભાઈ કાનાણી, રમેશભાઈ પરસાણા, ભાવેશભાઈ લીંબાસીયા, પ્રિતેશભાઈ પીપળીયા, કિશોરભાઇ સાવલિયા, ચેતનભાઈ સુદાણી, સંદિપભાઈ સાવલીયા, કેતનભાઈ સોરઠીયા, યોગેશભાઈ ડી. વઘાસીયા, વિજયભાઇ તોગડીયા, નિલેશભાઈ ટીલાળા, અશ્વિનભાઈ પાનસુરિયા, રસિકભાઈ આંબલીયા, પરેશભાઈ પરસાણા, સુરેશભાઈ હિરપરા, સંજયભાઈ લુણાગરિયા, વીરાભાઇ હુંબલ, અશ્વિનભાઈ રૂૂપાપરા, જીતેન્દ્રભાઈ જે. કાકડીયા, જે. કે. પટેલ મોણપરા, જયેશભાઈ બોઘરા, વિજયભાઈ કોરાટ, સાગર પઢીયાર, કૃષ્ણસિંહ જાડેજા (ખોડુભા), રાજુભાઈ રંગાણી, દિપકભાઈ સાવલિયા, સુરેશભાઈ એસ. રૈયાણી, સુરેશભાઈ ભંડેરી, વિનોદભાઈ રામાણી, બી. એમ. પટેલ, ધર્મેશભાઈ જીવાણી, વિનુભાઈ વરસાણી, વ્રજલાલ મોહનલાલ મહેતા, ગુણવંતભાઈ જેઠાભાઈ દુધાગરા, કૌશિકભાઈ સરધારા, હિતેષભાઈ આટકોટિયા, ધીરુભાઈ રામાણી, દિપકભાઈ બાબરીયા, સુરેશભાઈ વેકરીયા, નટુભાઈ નવાડિયા, વસંતભાઈ વિરડીયા, પરેશભાઈ લીલા, રવિભાઈ મંડ, અનિલભાઈ ભલ્લુ, રમેશભાઈ સગપરિયા, ધર્મેશભાઈ મોલીયા, પ્રવીણભાઈ સંતોકી, મનીષભાઈ પી. કોરાટ, ચંદ્રેશભાઇ પાદરીયા, રાજેશભાઈ એમ. શિંગાળા, હરકિશન સોજીત્રા, જયંતીભાઈ સરધારા, નિલેશભાઈ પરસાણા, વિશાલભાઈ એલ. સાકરીયા, ધીરજભાઈ જી. ટીલાળા, જગદીશભાઈ શિંગાળા, અશ્વિનભાઈ એલ. કોરાટ, સુરેન્દ્રકુમાર ગુપ્તા, દિનેશભાઈ ચોવટીયા, દિલીપભાઈ પટેલ, કૈલાશભાઈ ગોપાલભાઈ વાડોદરિયા, અરવિંદભાઈ સાવલિયા, હિતેશભાઈ ભાલોડીયા, મનોજભાઈ ઉનડકટ, અંકુરભાઈ પરસાણા, સાગરભાઇ દેસાઈ, દિનેશભાઈ ભીમાણી, સાગરભાઇ ટાઢાણી, કિરણબેન તાડા, દિપકભાઈ જોશી, અતુલભાઇ વેકરીયા, મનીષ ડેડકીયા, ભાર્ગવીબા ગોહિલ, યોગીતાબેન વેકરીયા, ઉમેશકુમાર ધામેચા સહિતનાઓનો સમાવેશ થાય છે.